Home /News /national-international /

Russia-Ukraine War: યુક્રેનમાં ભારતના બીજા વિદ્યાર્થીનું મોત, પિતા મૃતદેહને રોમાનિયા લઈ જવાના પ્રયાસમાં

Russia-Ukraine War: યુક્રેનમાં ભારતના બીજા વિદ્યાર્થીનું મોત, પિતા મૃતદેહને રોમાનિયા લઈ જવાના પ્રયાસમાં

મૂળ પંજાબનો ચંદન જિંદાલ યુક્રેનમાં એમબીબીએસ કરી રહ્યો હતો (ફાઇલ ફોટો)

Russia-Ukraine War: ચંદનને હાર્ટ એટેક આવ્યાના પાંચ દિવસ પછી તેના પિતા શિશન કુમાર જિંદાલ તેની સંભાળ લેવા યુક્રેન ગયા હતા. થોડા દિવસો પછી પરિસ્થિતિ વધુ વણસી અને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ચંદનના પિતા સાથે તેના કાકા પણ યુક્રેન ગયા હતા જે 1 માર્ચે પરત ફર્યા છે.

વધુ જુઓ ...
    યુક્રેનના વિનિત્શિયામાં વિનિત્સા નેશનલ પાયરોગોવ મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચંદન જિંદાલ નામના 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું બુધવારે બીમારીના કારણે મૃત્યુ થયું હતું. તેની ઈમરજન્સી હોસ્પિટલ વિનીતસામાં સારવાર ચાલી રહી હતી અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પિતા પણ હોસ્પિટલમાં હાજર હતા અને હવે તે પોતાના પુત્રના મૃતદેહને લઈને રોમાનિયાની સેરેટ બોર્ડર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ચંદન પંજાબના બરનાલાનો રહેવાસી હતો અને થોડા દિવસો પહેલા તેને હાર્ટ એટેક આવ્યો હતો. ચંદનના પિતા બીમાર પુત્રની સંભાળ લેવા યુક્રેન ગયા હતા.

    યુક્રેનમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા ચંદનને 2 ફેબ્રુઆરીએ હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેના મગજમાં લોહીના ગંઠાવાનું શરૂ થયું હતું. ડોક્ટરોએ ચંદનનું ઓપરેશન કર્યું હતું પરંતુ તે કોમામાં ચાલ્યો ગયો હતો. જે બાદ 2 માર્ચે તેમનું અવસાન થયું હતું.

    આ પણ વાંચો- Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીની આપવીતી- ' અહીં સ્થિતિ ખુબ જ ખરાબ છે, અમને બચાવી લો

    ચંદનને હાર્ટ એટેક આવ્યાના પાંચ દિવસ બાદ તેના પિતા શિશન કુમાર જિંદાલ તેની સંભાળ લેવા યુક્રેન ગયા હતા. થોડા દિવસો પછી પરિસ્થિતિ વધુ વણસી અને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ચંદનના પિતા સાથે તેના કાકા પણ યુક્રેન ગયા હતા જે 1 માર્ચે પરત ફર્યા છે.

    રશિયાએ પરમાણું યુદ્ધની ધમકી આપી

    રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે (Sargei Lavrov) બુધવારે કહ્યું છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ (World War 3) થશે તો તેમાં પરમાણુ શસ્ત્રો સામેલ થશે અને તે વિનાશક હશે. રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકે લાવરોવને ટાંકીને આ સમાચાર આપ્યા છે. રશિયા, જેણે ગત અઠવાડિયે યુક્રેન (Russia Attack Ukraine) સામે વિશેષ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. તેના વિદેશ પ્રધાન લાવરોવે કહ્યું હતું કે જો કિવ પરમાણુ હથિયાર પ્રાપ્ત કરશે તો તેમના દેશને "વાસ્તવિક ખતરા" નો સામનો કરવો પડશે.

    આ પણ વાંચો- Viral: અઢળક સંપત્તિના માલિક છે રશિયાના રાષ્ટ્રપતિ Putin, બનાવ્યો છે ગુપ્ત મહેલ, શૌચાલય પણ સોનાનું!

    પુતિને રશિયન પરમાણુ ટુકડીને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે

    આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) ન્યુક્લિયર ડિટરન્સ ફોર્સને એલર્ટ (Nuclear Deterrence Force) રહેવાનો આદેશ આપ્યો છે. યુક્રેન પર હુમલા પહેલા જ વ્લાદિમીર પુતિને પોતાના ભાષણમાં ધમકી આપી હતી કે જો કોઈ દેશે રશિયા અને યુક્રેનના મુદ્દામાં દખલ કરવાનો પ્રયાસ કર્યો તો તેને એટલી મોટી કિંમત ચૂકવવી પડશે, જેનો અંદાજ પણ નહીં હોય.

    અત્યાર સુધીમાં લગભગ 5 મિલિયન યુક્રેનિયનો ભાગી ગયા છે

    યુક્રેન પર આક્રમણ શરૂ કર્યાના એક અઠવાડિયા પછી રશિયાએ જણાવ્યું હતું કે તેની સેનાએ બુધવારે યુક્રેનના પ્રથમ મોટા શહેર ખેરસોન પર કબજો કર્યો હતો. આ યુદ્ધ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પશ્ચિમી દેશો અને અમેરિકાએ રશિયા પર વધુ કડક આર્થિક પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું છે. 24 ફેબ્રુઆરીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમના દક્ષિણ પાડોશી પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો ત્યારથી લગભગ 50 લાખ યુક્રેનિયનો ભાગી ગયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian Student, Indian Students in Ukraine, Russia Ukraine, Russia ukraine news, Russia war with ukraine, Ukraine crisis, Ukraine war

    આગામી સમાચાર