સીબીઆઈએ 321.8 કરોડના ફ્રોડ કેસમાં નીરવ મોદી અને ફાયરબ્રાન્ડ ડાયમન્ડ્સ ઇન્ટરનેશનલ સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. નીરવ મોદી, કંપનીના ફાયનાન્સિયલ પ્રેસિડેન્ટ અને અમુક અન્ય અધિકારીઓ સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અત્યાર સુધી આ કેસમાં સીબીઆઈએ ત્રણ એફઆઈઆર દાખલ કરી છે. આમાંથી બે એફઆઈઆર નીવર મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. એક ફરિયાદમાં નીરવ મોદીના મામા મેહુલ ચોકસીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ક્યારે દાખલ કરવામાં આવી પ્રથમ એફઆઈઆર
તમને જણાવી દઈએ કે હીરાના વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સામે પીએનબી સાથે રૂ. 12,700 કરોડ રૂપિયાના લોન ફ્રોડનો આરોપ છે. આ કેસમાં વધારાના રૂ. 1300 કરોડની છેતરપિંડીનો 26મી ફેબ્રુઆરીના રોજ ખુલાસો થયો હતો.
સીબીઆઈએ 14મી ફેબ્રુઆરીએ નીરવ મોદી, તેની પત્ની એમી, ભાઈ નિશાલ મોદી, મામા મેહુલ ચોકસી અને તેની કંપનીઓ ડાયમંડ આર યૂએસ, સોલર એક્સપોર્ટ્સ અને સ્ટેલાર ડાયમંડ સામે પ્રથમ એફઆઈઆર દાખલ કરી હતી. મોદી તેનો પરિવાર અને તેવા મામા મેહુલ ચોકસી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાથી જ દેશ છોડીને ફરાર થઈ ગયા છે. સીબીઆઈએ ગીતાંજલી જૂથ વિરુદ્ધ રૂ. 4886.72 કરોડ રૂપિયાની છેતરપિંડીની બીજી એફઆઈઆર 15મી ફેબ્રુઆરીના રોજ દાખલ કરી હતી.
બીજી તરફ પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 12 હજાર કરોડથી વધારેની છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ બીજી બેંકો સુધી તપાસ લંબાવી છે. આ કેસમાં હવે આઈસીઆઈસીઆઈ બેંકના ચંદા કોચર અને એક્સિસ બેંકના શિખા શર્માને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ બંને અધિકારીઓ એ કન્સોર્ટિયમની સભ્ય હતી જેમણે નીરવ મોદીના મામા મેહુલ ચોકસીની કંપની ગિતાંજલી ગ્રુપની રૂ. 3280 કરોડની લોનને મંજૂરી આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર