ઇન્દોર : કોરોના વાયરસ (Coronavirus)નો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે. જ્યારે ઇન્દોર (Indore)માં કોરોના વાયરસના સંક્રમણને કારણે બીજા ડૉક્ટર (Indore Doctore)નું મોત થયું છે. સીએમએચઓ ડૉક્ટર પ્રવીણ જડિયાએ આ મોતની પુષ્ટિ કરી છે. ઇન્દોરના અરવિંદો હૉસ્પિટલ (Aurobindo Hospital Indore)માં દાખલ ડૉક્ટર ઓમપ્રકાશ ચૌહાણનું મોત થયું છે. તેઓ ઇન્દોરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા હતા. નોંધનીય છે કે ઇન્દોરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 235 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે 27 દર્દીઓનાં મોત થયા છે. 27 મોતમાં બે ડૉક્ટર પણ સામેલ છે.
ઇન્દોરમાં બીજા ડૉક્ટરનું મોત
આ પહેલા ઇન્દોરમાં જ કોરોના વાયરસના સંક્રમણને કારણે દેશમાં પ્રથમ ડૉક્ટરનું મોત થયું હતું. ઇન્દોર નિવાસી ડૉક્ટર શત્રુઘ્ન પંજવાનીનું કોવિડ 19ના સંક્રમણને કારણે મોત થયું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે ડૉક્ટર પંજવાનીએ ગુરુવારે સવારે ચાર વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટર પંજવાનીના અંતિમ સંસ્કારમાં તેમના ત્રણેય પુત્ર હાજર રહી શક્યા ન હતા. ત્રણેય પુત્ર ઓસ્ટ્રેલિયામાં હોવાથી ભારત આવી શક્યા ન હતા. ત્રણેય પુત્રોએ મોબાઇલથી જ પિતાના અંતિમ દર્શન કર્યા હતા.
મધ્ય પ્રદેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 463 થઈ, મૃત્યાંક 37 થયો
નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના પીડિત દર્દીઓની સંખ્યા વધીને 463 પર પહોંચી છે. જેમાંથી 37 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. જ્યારે મુરૈનામાં અત્યાર સુધી 13 કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે ઉજ્જૈનમાં 16 પોઝિટિવ દર્દીમાંથી 5નાં મોત થઈ ચુક્યા છે. જબલપુરમાં કોરોના પીડિત દર્દીઓની સંખ્યા 9 છે.
દેશમાં કોરોનાને કારણે 199 લોકોનાં મોત
નોંધનીય છે કે કોરોના વાયરસને કારણે દેશમાં મૃત્યાંક શુક્રવારે વધીને 199 થયો છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 6412 થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી 503 લોકો સારવાર બાદ સાજા થઈને ઘરે ગયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર