Home /News /national-international /સતત બીજા દિવસે હાજર થયા રોબર્ટ વાડ્રા, 7 કલાક ચાલી પૂછપરછ

સતત બીજા દિવસે હાજર થયા રોબર્ટ વાડ્રા, 7 કલાક ચાલી પૂછપરછ

મની લોન્ડ્રિંગ મામલે EDએ ગુરુવારે ફરી એકવાર રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી, સતત બીજા દિવસે તેમની અંદાજે 7 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. વાડ્રાએ સવારે અંદાજે અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ લંચ બાદ ફરી તેઓ ED ઓફિસ પહોંચ્યા હતા. રાતે અંદાજે 9 વાગ્યે તેની પૂછપરછ ખતમ થઇ હતી. વાડ્રાને લેવા માટે ખુદ તેની પત્ની પ્રિયંકા ગાંધી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે પણ વડ્રાની પૂછપરછ કરવામાં આવશે.

આ પહેલા બુધવારે પણ EDએ વાડ્રાની પૂછપરછ કરી હતી. આ દરમિયાન અધિકારીઓએ તેને 40થી વધુ સવાલ પૂછ્યા જે અંદાજે 5 કલાક સુધી ચાલ્યા, તપાસ બાદ વાડ્રાએ સ્પષ્ટ કહ્યું કે લંડનમાં મારી કોઇપણ પ્રકારની સંપત્તિ નથી. તેઓએ એમ પણ કહ્યું કે તેમના સંજય ભંડારી સાથે કોઇ લેવા દેવા નથી.

અહીં ક્લિક કરી વાંચોઃ 'મારે તારી સાથે સુવું છે' કહીને રાજકોટની પરિણીતા પર 4 જણે કર્યો ગેંગરેપનો પ્રયાસ





ગત સપ્તાહે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પતિ રોબર્ટ વાડ્રાને મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ ન થાય તે માટે પટીયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં તેઓને 16 ફેબ્રુઆરી સુધીના જામીન મળી ગયા હતા. વાડ્રાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેઓને જાણી જોઇને નિશાન બનાવવામાં આવે છે અને ખોટો કેસ ચલાવવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ બધુ રાજનીતિથી પ્રેરિત છે. વાડ્રાએ કહ્યું હતું કે તેઓ કાયદાનું પાલન કરનારા નાગરિક છે.

શું છે સમગ્ર મામલો ?

આ મામલો લંડનાના 12 બ્રાયનસ્ટન સ્ક્વેયર સ્થિત 19 લાખ પાઉન્ડ અંદાજે 17 કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદીમાં કથિત મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલો છે. ઇડીઅએ દાવો કર્યો છે કે આ સંપત્તિના મૂળ માલિક વાડ્રા છે. મની લોન્ડ્રિંગ કેસ હેઠળ ઇડી મનોજ અરોડાની પૂછપરછ કરી રહી છે. હાલ મનોજ અરોડાની ધરપકડ પર પટીયાલા હાઉસે 6 ફેબ્રુઆરી સુધી રોક લગાવી છે.
First published:

Tags: Connection, Money Laundering Case, Priyanka gandhi, Robert vadra