મમતા બેનર્જીને ચેતવણી આપ્યા બાદ આજે બંગાળમાં તાકાત દર્શાવશે અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં ગૃહ મંત્રી અમિત શાહનો આજે બીજો દિવસ, જાણો સમગ્ર કાર્યક્રમ

પશ્ચિમ બંગાળમાં ગૃહ મંત્રી અમિત શાહનો આજે બીજો દિવસ, જાણો સમગ્ર કાર્યક્રમ

 • Share this:
  કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)માં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021)ની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે બે દિવસના પ્રવાસ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) કોલકાતામાં છે. અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે. શનિવારે ગૃહ મંત્રી અમિત શાહે મિદનાપુરમાં એક રેલીને સંબોધિત કરીને કહ્યું હતું કે આ વખતે મમતા બેનર્જી (Mamata Banerjee) માટે સત્તાનો માર્ગે ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે. નોંધનીય છે કે આ રેલીમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો જોરદાર આંચકો આપતાં શાહે શુભેન્દુ અધિકારીને બીજેપીમાં સામેલ કરાવ્યા.

  અમિત શાહ રવિવારે પોતાના બીજા દિવસની શરૂઆત સવારે 11 વાગ્યે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય, શાંતિ નિકેતનથી કરશે. અમિત શાહ શાંતિ નિકેતનના રવીન્દ્ર ભવનમાં ગુરૂ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ત્યારબાદ તેઓ વિશ્વવિદ્યાલયના સંગીત ભવન જશે અને બપોરે 12 વાગ્યે બાંગ્લાદેશ ભવન સભાગૃહમાં સંબોધન કરશે. બાંગ્લાદેશ ભવન સભાગૃહમાં કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ વીરભૂમિ માટે રવાના થઇ જશે.

  આ પણ વાંચો, IND vs AUS: ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, ટેસ્ટ સીરીઝથી બહાર થયો મોહમ્મદ શમી!

  બપોરે લગભગ 12:50 વાગ્યે વીરભૂમિના શ્યામવતી, પારુલદંગામાં તેઓ બાઉલ ગાયક પરિવારના ઘરે ભોજન લેશે. ત્યારબાદ અમિત શાહ બોલપુરમાં સ્ટેડિયમ રોડ સ્થિત હનુમાન મંદિરથી બોલપુર સર્કલ સુધી રોડ શો કરશે. રોડ શોમાં બીજેપીની તાકાત દર્શાવ્યા બાદ અમિત શાહ સાંજે 4:45 વાગ્યે મોહોર કુટિર રિસોર્ટમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તેની સાથે જ અમિત શાહના બે દિવસીય બંગાળ પ્રવાસનું સમાપન થશે.

  આ પણ વાંચો, PM મોદીએ કહ્યુ- રાતોરાત નથી આવ્યા કૃષિ કાયદા, 20-22 વર્ષથી થઈ રહી હતી ચર્ચા

  મિદનાપુર રેલીમાં અમીત શાહે મમતા સરકાર પર કર્યા આકરા હુમલા

  શનિવારે મિદનાપુરમાં રેલીને સંબોધિત કરતા અમિત શાહે વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધી પાર્ટીઓમાંથી સારા લોકો આજે બીજેપીમાં આવ્યા છે. રેલીને સંબોધિત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શુંભેદુભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ, તૃણમૂલ, સીપીએમ દરેક પાર્ટીમાંથી સારા લોકો આજે ભાજપમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવા માટે ભાજપ સાથે જોડાયા છે. હું બંગાળના યુવાનોને પૂછવા માંગું છું કે તમારો શું દોષ છે? બંગાળમાં વિકાસ કેમ થયો નથી. હું બંગાળના ખેડૂતોને પૂછવા માંગું છું કે પીએમ મોદી દ્વારા મોકલાવમાં આવી રહેલા વાર્ષિક 6000 રૂપિયા શું તમને મળ્યા છે?
  Published by:Mrunal Bhojak
  First published: