નવી દિલ્હી. કોરોનાની બીજી લહેર (Corona Second Wave)ની ઝડપ થોડા રાજ્યોમાં નબળી પડતી જોવા મળી રહી છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના 9 રાજ્યોમાં હવે નવા કેસોમાં ઘટાડો આવતો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં મહારાષ્ર્ (Maharashtra), મધ્ય પ્રદેશ (Madhya Pradesh) અને દિલ્હી (Delhi) જેવા ખૂબ જ પ્રભાવિત રાજ્ય પણ છે. પરંતુ સંક્રામક બીમારીઓના એક્સપર્ટ ડૉ. શાહિદ જમીલ (Shahid Jameel)નું કહેવું છે કે ભલે અત્યારે કેસ ઓછા દેખાઈ રહ્યા હોય પરંતુ બીજી લહેરનો અંત થવામાં હજુ થોડાક મહિના લાગશે. શાહિદ જમીલના જણાવ્યા મુજબ જુલાઈના અંત સુધી બીજી લહેરનો અંત થશે.
તેઓએ એવું પણ કહ્યું કે દેશમાં બીજી લહેરના પ્રચંડ પ્રકોપની પાછળ નવો વેરિયન્ટ પણ જવાબદાર હોઈ શકે છે પરંતુ એ વાતના સંકેત નથી કે તે વધુ ઘાતક છે. તેઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં બીજી લહેરમાં કેસ એટલી ઝડપથી નહીં ઘટે જે રીતે સામાન્ય રીતે બીજી કે ત્રીજી લહેરમાં થાય છે.
આ વખતે સંક્રમિતોની સંખ્યા ઘણી વધારે, બીજી લહેર જવામાં સમય લાગશે
ડૉ. શાહિદ જમીલનું કહેવું છે કે પહેલી લહેરમાં એક દિવસમાં દેશમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા 96-97 હજાર રહેતી હતી. તો તેની સામે બીજી લહેરમાં લગભગ 4 લાખ છે. તેથી આ લહેરને જવામાં પણ સમય લાગશે. આમ પણ હજુ અનેક રાજ્યો એવા છે જ્યાં નવા કેસોમાં વધારો પણ થઈ રહ્યો છે.
આ ઉપરાંત, ડૉ. શાહિદ જમીલે જણાવ્યું કે, ભારતમાં કોરોનાથી થનારા મોતના આંકડા પણ યોગ્ય નથી. તેમનું કહેવું છે કે આપણે જે રીતે કોરોના મોતના આંકડા એકત્ર કરીએ છીએ, તે પદ્ધતિ ખોટી છે. તેઓએ કહ્યું કે દેશની કોરોનાની બીજી લહેર ફેલાવવા પાછળ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું અગત્યનું કારણ છે. આ ઉપરાંત તેઓએ ચૂંટણી રેલીઓ અને ધાર્મિક આયોજનો જેવા સુપરસ્પ્રેડિંગ ઇવેન્ટ્સને પણ કોરોનાના પ્રસારમાં જવાબદાર ગણાવ્યા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર