Home /News /national-international /પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહને હવે સંસદમાં છેલ્લી લાઈનમાં બેસાડવામાં આવશે, જાણો કેમ આવું કર્યું

પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહને હવે સંસદમાં છેલ્લી લાઈનમાં બેસાડવામાં આવશે, જાણો કેમ આવું કર્યું

ડૉ. મનમોહન સિંહ (પૂર્વ પ્રધાનમંત્રી)

આ અંગે કહેવાયુ છે કે, મનમોહન સિંહનું સ્વાસ્થ્ય લાંબા સમયથી ખરાબ છે. તેઓ સદનમાં વ્હીલચેર પર આવે છે. એટલું જ નહીં પણ સદનની કાર્યવાહી દરમિયાન તેઓ વ્હીલચેર પર રહે છે.

નવી દિલ્હી: કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ રાજ્યસભાના સાંસદ છે. રાજ્યસભામાં તેમની સીટિંગ અરેંજમેન્ટ પર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા મનમોહન સિંહ જ્યાં ફ્રન્ટ રોમાં બેસતા હતા, તો હવે તેમને છેલ્લી લાઈનમાં બેસાડવામાં આવશે. જો કે, તેની પાછળ કોઈ રાજકીય કારણ જવાબદાર નથી, પણ તેમના સ્વાસ્થ્ય તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મનમોહન સિંહની સીટ પર પૂર્વ નાણામંત્ર પી ચિદંમ્બર બેસશે.

આ પણ વાંચો: Economic Survey 2023: વૈશ્વિક સંકટ છતાં વિકાસ દરમાં સૌથી આગળ ભારત, નાણામંત્રીએ સંસદમાં રજૂ કર્યો આર્થિક સર્વે

આ અંગે કહેવાયુ છે કે, મનમોહન સિંહનું સ્વાસ્થ્ય લાંબા સમયથી ખરાબ છે. તેઓ સદનમાં વ્હીલચેર પર આવે છે. એટલું જ નહીં પણ સદનની કાર્યવાહી દરમિયાન તેઓ વ્હીલચેર પર રહે છે. રાજ્યસભામાં પ્રથમ લાઈનમાં વ્હીલચેર રાખવાની વ્યવસ્થા હાલમાં છે નહીં. ત્યારે આવા સમયે નિર્ણય લેવામાં આવ્યો છે કે, તેમને અંતિમ લાઈનમાં બેસાડવામાં આવે. અહીં પણ તેઓ વ્હીલચેર પર બેસશે, જેથી તેમને કઈ સમસ્યા ન આવે.


આપને જણાવી દઈએ કે, સંસદની પરંપરા અનુસાર, અમુક વરિષ્ઠ સભ્યો, પૂર્વ પ્રધાનમંત્રીઓ, સંસદીય દળના યોગ્ય નેતાઓ અને પાર્ટીના વરિષ્ઠ સાંસદોને ફ્રન્ટ લાઈનમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જ રીતે ડો. મનમોહન સિંહની જગ્યા સદનમાં આગળની લાઈનમાં હતી. પણ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમની બેસવાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
First published:

Tags: Ex PM Manmohan Singh, Rajyasabha