પાકિસ્તાન સીમાથી પંજાબમાં ફરી આવ્યું ડ્રૉન, સીમા પર હાઇ એલર્ટ

 • Share this:
  પાકિસ્તાનની તરફથી ભારતની વિરુદ્ધ કાવતરા કરવાની કોઇ તક ચૂકવામાં નથી આવતી. થોડા સમય પહેલા પાકિસ્તાન દ્વારા હથિયારો ભરેલા ડ્રોનને ભારતીય સીમામાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જેને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરી એક વાર પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ડ્રોન મોકલવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી પંજાબના હુસૈનીવાલા સેક્ટરમાં સોમવારે રાત્રે ડ્રોનને ઉડાવવામાં આવ્યું હતું. જેમાં બીએસએફ જવાનોએ ડ્રોનને ટ્રેક કર્યું હતું. અને તે પછી પંજાબ પોલીસ સાથે મળીને આ ડ્રોનની શોધખોળ કરવામાં આવી હતી. સાથે જ સુરક્ષાબળોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા.

  પંજાબના હુસૈનીવાલા સેક્ટરમાં બીએસએફના જવાનોએ સોમવારે રાત્રે 10 થી 10:40 વચ્ચે પાકિસ્તાનથી ભારત તરફ આવતા જોયું હતું. ભારતીય સીમામાં આ ડ્રોન એક કીમી અંદર સુધી આવી ગયું હતું. બીએસએફના જવાનોએ આ અંગે તરત જ તેમના વરિષ્ઠ અધિકારીઓને જાણકારી આપી હતી. અને પંજાબ પોલીસને પણ આ અંગે જાણકારી આપી હતી. સાથે જ ડ્રોનનું સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ હાઇ લિફિટિંગ ડ્રોનની મદદથી એકે 47, ગોળીઓ, સેટેલાઇટ ફોન અને ગ્રેનેડને ભારતીય સીમામાં મોકલવામાં આવ્યા હતા. આ હથિયારો દ્વારા પંજાબમાં મોટા આંતકવાદી હુમલો કરવાની તૈયારી હતી. સુત્રોના મુજબ આ ડ્રોનમાં જીપીએસ પણ લગાવવામાં આવ્યા હતા. તેવું માનવામાં આવી રહ્યું હતું કે આવા 8 ડ્રોન પાકિસ્તાન તરફથી મોકલવામાં આવ્યા હતા. ચીની કંપની દ્વારા નિમાર્ણ કરેલા આ ડ્રોન ભારે સામાન પણ ઊંચકી શકે છે. આમ આંતકવાદીઓ પછી ડ્રોન દ્વારા હથિયારો મોકલીને પાકિસ્તાન ભારતમાં મોટી આંતકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
  Published by:Chaitali Shukla
  First published: