દિલ્હી: સીલિંગને લઈને AAP-BJPમાં ટક્કર, SC જશે કેજરીવાલ સરકાર

News18 Gujarati
Updated: January 30, 2018, 11:43 AM IST
દિલ્હી: સીલિંગને લઈને AAP-BJPમાં ટક્કર, SC જશે કેજરીવાલ સરકાર
કેજરીવાલને મળવા પહોંચેલા મનોજ તિવારી

'દિલ્હી સરકાર સીલિંગને રોકવા માટે આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટમાં જશે. અમે કાલે અથવા પરમદિવસે સુપ્રીમમાં જઇશું.

  • Share this:
દિલ્હી: રાજધાનીમાં ચાલી રહેલા સીલિંગ ડ્રાઇવને લઈને સત્તાધારી આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે જોરદાર રાજકારણ થઈ રહ્યું છે. બંને પક્ષો એકબીજાને સીલિંગ માટે જવાબદાર ગણાવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીલિંગ મુદ્દે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને કેન્દ્રની સત્તાધારી બીજેપી પર નિશાન તાક્યું છે. તેની સાથે જ તેણે કહ્યું છે કે, 'સીલિંગ પર તાત્કાલિક બેન માટે દિલ્હી સરકાર આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં જશે.'

કેજરીવાલે મંગળવારે સવારે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, 'દિલ્હીની વિવિધ માર્કેટના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. મેં એલજી સાહેબ (ઉપરાજ્યપાલ)ને 25 તારીખે પત્ર લખીને પૂછ્યું હતું કે શા માટે સીલિંગ કરવામાં આવી રહ્યું છે. તમે FAR (ફ્લોર એરિયા રેશિયો) વધારી દો, કન્વર્ઝેશન ચર્જ ઓછો કરી નાખો.'

તેમણે કહ્યું કે, 'એમસીડીએ ગયા થોડા વર્ષોમાં કન્વર્ઝેશન ચાર્જના નામ પર 3,000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે, પરંતુ આ રકમ આડેધડ ખર્ચ કરી નાખવામાં આવી છે.'

કેજરીવાલે કહ્યું, 'કાલે બીજેપીના રવિન્દ્ર ગુપ્તાએ મને પત્ર લખ્યો છે કે અમે બીજેપીના તમામ સાંસદો, ધારાસભ્યો અને મેયર પરસ્પર ચર્ચા કરીશું. મને આનંદ થયો. એ લોકોએ સવારે આવીને કહ્યું કે અમે લોકો જાહેરમાં ચર્ચા નહીં કરીએ.'

'દિલ્હી સરકાર સીલિંગને રોકવા માટે આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટમાં જશે. અમે કાલે અથવા પરમદિવસે સુપ્રીમમાં જઇશું.

નોંધનીય છે કે આ પહેલા મંગળવારે સવારે દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માટે સિવિલ લાઈન્સ સ્થિત સીએમ નિવાસે પહોંચ્યું હતું. જોકે, બંને પક્ષ વચ્ચે ચાલી રહેલો વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો.આ પહેલા સીએમ કેજરવાલે કહ્યું કે, 'દિલ્હીમાં સીલિંગને લઈને તમામ પરેશાન છે. બીજેપી પ્રતિનિધિમંડળ આ અંગે ચર્ચા કરવા માટે અહીં હાજર છે. આ મીટિંગ સમગ્ર મીડિયા સામે થશે. બંધ બારણાની રાજનીતિએ આખા દેશને નુકસાન પહોંચાડ્યું છે. આપણે પરસ્પર ચર્ચા કરીને સહમતિ બાદ ઉપરાજ્યપાલ પાસે જઈશું.'

દિલ્હીના બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું હતું કે, 'આખી દિલ્હી સીલિંગને લઈને પરેશાન છે. અમને જાહેરમાં મીટિંગને લઈને કોઈ સમસ્યા નથી. પરંતુ તમે તો આખું મીડિયા બોલવી લીધું છે. તમે અમને જણાવી દો કે 351 રસ્તાઓ પર નોટિફિકેશન કેમ નથી આવ્યું.'

આ દરમિયાન ત્યાં હાજર આપના કાર્યકરોએ તિવારીનો વિરોધ કર્યો હતો. તેમજ ભાષણ બંધ કરીને ચર્ચા કરવાનું કહ્યું હતું. આ દરમિયાન બંને તરફથી સૂત્રોચ્ચાર થયો હતો. આનાથી નારાજ મનોજ તિવારીએ કહ્યું હતું કે, આવી રીતે મીટિંગ નહીં થાય અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
First published: January 30, 2018, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading