કમલનાથના નજીકના લોકો પર ITનાં દરોડાં, પોલીસ-CRPFના અધિકારીઓ બાખડ્યાં

News18 Gujarati
Updated: April 8, 2019, 8:29 AM IST
કમલનાથના નજીકના લોકો પર ITનાં દરોડાં, પોલીસ-CRPFના અધિકારીઓ બાખડ્યાં
પોલીસ-સીઆરપીએફ વચ્ચે બબાલ

આ બબાલ ત્યારે શરૂ થઈ જ્યારે CRPFની ટીમ પ્લેટિનમ પ્લાઝાના છઠ્ઠા માળ પર સ્થિત કમલનાથના નજીકના પ્રવીણ કક્કડના સહયોગી અશ્વિની શર્માના ઘરે દરોડો કરવા માટે પહોંચી.

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) પ્રવીણ કક્કડ સહિત અન્ય વેપારીઓના 50થી વધારે ઠેકાણાઓ પર રવિવારે દરોડાં દરમિયાન મધ્ય પ્રદેશ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) વચ્ચે વિવાદના સમાચાર સામે આવી રહ્યા છે. CRPFનો આરોપ છે કે રાજ્યની પોલીસ તેમને કામ કરવા નથી દેતી. બીજી તરફ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સીઆરપીએફના જવાનો ગાળો ભાંડી રહ્યા છે.

આ બબાલ ત્યારે શરૂ થઈ જ્યારે CRPFની ટીમ પ્લેટિનમ પ્લાઝાના છઠ્ઠા માળ પર સ્થિત કમલનાથના નજીકના પ્રવીણ કક્કડના સહયોગી અશ્વિની શર્માના ઘરે દરોડો કરવા માટે પહોંચી. સીઆરપીએફના જવાનો આવકવેરા વિભાગના અધિકારીઓ સાથે પ્લેટિનમ પ્લાઝા પહોંચી હતી.

CRPFના અધિકારીઓએ આરોપ લગાવ્યો કે મધ્ય પ્રદેશ પોલીસ તેને કામ કરવા નથી દેતી. આ અંગે એસપી સીટી ભોપાલ ભૂપિન્દર સિંહે કહ્યું કે, "ઇન્કમટેક્સના ચાલી રહેલા દરોડાં સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. આ એક રેસિડેન્ટ બિલ્ડિંગ છે. અંદર એવા લોકો રહે છે જેમને દાક્તરી સેવાની જરૂર છે, તેઓ મદદ માટે સ્થાનિક એસએચઓને બોલાવી રહ્યા છે. દરોડાનાં કારણે સીઆરપીએફએ આખી બિલ્ડિંગને બંધ કરી દીધી છે."

નોંધનીય છે કે મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રાતુલ પુરી, અંગત સચિવ અને પોલીસ અધિકારી પ્રવીણ કક્કડ અને સલાહકાર રાજેન્દ્ર કુમાર મિગલાનીના ઠેકાણાઓ પર આવકવેરાની ટીમ રવિવારે દરોડાં પાડ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી, ભોપાલ અને ગોવા સ્થિત 50 ઠેકાણાઓ પર દરોડાં કરવામાં આવ્યા હતા.
First published: April 8, 2019
વધુ વાંચો
अगली ख़बर