કોરોના અને ફ્લૂને લઈને વૈજ્ઞાનિકોએ વિશ્વને alert કર્યું, શિયાળામાં મુશ્કેલી વધી શકે છે

પ્રતિકાત્મક તસવીર

કોવિડ અને ઇન્ફ્લૂએન્ઝા માટે રોગપ્રતિકારક તંત્રની પ્રતિક્રિયા વત્તાઓછા પ્રમાણમાં હોય છે. તાજેતરમાં થયેલું સંક્રમણ કે વેક્સિનેશન આગળ કોઈ સંક્રમણ વિરુદ્ધ સારી રીતે બચાવ કરે છે, પણ આ બચાવ ધીરે-ધીરે કમજોર પડવા લાગે છે.

 • Share this:
  નોર્વિચ (બ્રિટન). બ્રિટન સિવાયના મોટાભાગના પશ્ચિમી દેશોમાં કોરોના વાયરસ સંક્રમણ ઓછું છે અથવા તો ઘટી રહ્યું છે, પણ વૈશ્વિક મહામારીનો ખતરો સંપૂર્ણપણે દૂર થાય એ પહેલાં મોટો રસ્તો કાપવાનો બાકી છે. ઠંડીની આ ઋતુમાં ચિંતાનો સૌથી મોટો વિષય છે કોવિડનો પ્રકોપ ફરી શરુ થવો અને સાથે સાથે શ્વસનતંત્રના અન્ય રોગો ખાસ કરીને ઇન્ફ્લૂએન્ઝાનો વધુ મજબૂતીથી હુમલો થવો.

  કોવિડ અને ઇન્ફ્લૂએન્ઝા માટે રોગપ્રતિકારક તંત્રની પ્રતિક્રિયા વત્તાઓછા પ્રમાણમાં હોય છે. તાજેતરમાં થયેલું સંક્રમણ કે વેક્સિનેશન આગળ કોઈ સંક્રમણ વિરુદ્ધ સારી રીતે બચાવ કરે છે, પણ આ બચાવ ધીરે-ધીરે કમજોર પડવા લાગે છે. જોકે, એ પછી ફરી થનારા સંક્રમણ લક્ષણ રહિત હોય છે અથવા બહુ મામૂલી હોય છે. પરંતુ રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત થવા અને ફરી સંક્રમણ થવા વચ્ચેનો અંતરાલ જો લાંબો હોય તો ફરી થનારા સંક્રમણ વધુ ગંભીર હોવાની શક્યતા રહે છે.

  વાસ્તવમાં, ચિંતાની વાત એ છે કે કોવિડને ફેલાવાથી રોકવા માટે 2020ની શરૂઆતમાં લેવાયેલા પગલાં જેમકે લોકડાઉન, મુસાફરી પ્રતિબંધ અને ઘરેથી કામ કરવું વગેરેને કારણે છેલ્લા 18 મહિના દરમ્યાન લોકો ફ્લૂના સંપર્કમાં બહુ નથી આવ્યા. એવામાં લોકોમાં આ રોગ સામે જે પ્રાકૃતિક રોગપ્રતિકારક ક્ષમતા હોય છે એ ઘટી ગઈ છે.

  આ પણ વાંચો: અફઘાનિસ્તાન મુદ્દે આગામી મહિને દિલ્હીમાં બેઠક, પાકિસ્તાનને પણ મોકલાયું આમંત્રણ

  આ પરિસ્થિતિમાં જ્યારે ફ્લૂનો પ્રકોપ શરુ થશે તો આ મોટાભાગના લોકોને પ્રભાવિત કરશે અને સામાન્ય પરિસ્થિતિઓના મુકાબલે હવે લોકોને ગંભીર રીતે બીમાર કરશે. શ્વસનતંત્રને પ્રભાવિત કરનારા અન્ય વાયરસ પણ આમ જ કરશે. કદાચ એવું થઈ પણ રહ્યું હોય.

  આ પણ વાંચો: કોરોનાની જંગમાં 100 કરોડ વેક્સીનેશનની નિકટ પહોચ્યું ભારત, આ અઠવાડિયે રચાશે ઇતિહાસ

  બ્રિટનમાં હાલ ઇન્ફ્લૂએન્ઝાનું પ્રમાણ ઓછું છે, પણ જો વાયરસ ફેલાવા લાગ્યો તો પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. સારી બાબત એ છે કે આપણી પાસે ફ્લૂ વિરોધી સુરક્ષિત તેમજ અસરકારક વેક્સિન છે, જે સંક્રમણનું જોખમ ઓછું કરે છે અને ગંભીર રોગથી બચાવે છે. જોકે, ફ્લૂ વિરોધી રસીઓ કોવિડ વિરોધી વેક્સિન જેટલી અસરકારક નથી.

  ફ્લૂના વાયરસ ઝડપથી બદલાય છે અને તેના કેટલાંય સ્વરૂપોનો પ્રકોપ હોઈ શકે છે. આ સ્વરૂપ દર વર્ષે બદલાય છે. વાયરસનું જે સ્વરૂપ ભારે રહેવાનું છે એ રસીમાં સામેલ નથી અથવા તો રસીનો પ્રભાવ પણ ઓછો રહેશે. છેલ્લા 18 મહિનામાં ફ્લૂના કેસ એટલા ઓછા રહ્યા છે કે એ અનુમાન લગાડવું વધુ મુશ્કેલ હશે કે વાયરસનું કયું સ્વરૂપ વધુ સંક્રામક હોઈ શકે છે.

  આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં જરૂરી વસ્તુઓની ભીંસ, બોર્ડર પર દવાઓથી લાદેલા ટ્રકોને નથી મળી એન્ટ્રી

  કોવિડ ઉપરાંત અન્ય સંક્રમણ (બેક્ટેરિયલ, ફંગલ અથવા વાયરલ સંક્રમણ) હોવાનું જોખમ પણ છે. હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તેમાંથી 19 ટકા કોઈ અન્ય સંક્રમણથી પણ પીડાતા હતા. આવા દર્દીઓ જેમને કોવિડ ઉપરાંત પણ કોઈ સંક્રમણ હોય તેમને જિંદગીનું જોખમ વધુ રહે છે.

  જ્યારે કોરોના વાયરસનો પ્રકોપ શરુ જ થયો હતો ત્યારે ઇન્ફ્લૂએન્ઝા પણ ફેલાઈ રહ્યો હતો. બ્રિટનના અભ્યાસુઓએ બે પ્રકારના દર્દીઓની સરખામણી કરી. પહેલા તો એ જે ફક્ત કોવિડથી પીડિત હતા અને બીજા જેમને કોવિડ ઉપરાંત ઇન્ફ્લૂએન્ઝા પણ હતો. બંને પ્રકારના સંક્રમણથી પીડિત લોકોને આઈસીયુમાં ભરતી કરવાની જરૂરત અને વેન્ટીલેશનની સુવિધાની જરૂરત બે ગણી વધુ રહી તેમજ તેમના મરવાનું જોખમ પણ વધુ રહ્યું.

  એ કહેવું શક્ય નથી કે બ્રિટનમાં આ વર્ષે ઇન્ફ્લૂએન્ઝાનો પ્રકોપ ઘણો વધુ હશે પણ જો એવું ન પણ થાય તો એ તો નિશ્ચિત છે કે તેનો પ્રકોપ ટૂંક સમયમાં થશે. જો ઇન્ફ્લૂએન્ઝા પાછો આવે છે તો એ કોવિડ પહેલાંના વર્ષોની સરખામણીએ વધુ લોકોને અસર કરશે અને તેને લીધે મરનારાની સંખ્યા પણ વધુ હશે.
  Published by:Nirali Dave
  First published: