Home /News /national-international /

CoronaVirus: વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું કોરોનાનું રહસ્ય, કહ્યું- 10-20 વર્ષ પહેલા આવેલા 2 વાયરસે કરી હતી શરૂઆત

CoronaVirus: વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું કોરોનાનું રહસ્ય, કહ્યું- 10-20 વર્ષ પહેલા આવેલા 2 વાયરસે કરી હતી શરૂઆત

કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે જેના કારણે તેના નવા નવા વેરિયન્ટ સમયાંતરે બહાર આપી રહ્યા છે

SARS - વૈજ્ઞાનિકોના અભ્યાસ પછી સામે આવેલા આ નિષ્કર્ષ પછી હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે કદાચ જલ્દી જ કોરોનાનો કાયમી ઈલાજ પણ મળી જશે

નવી દિલ્હી : કોરોના વાયરસ (Corona Virus) મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ (Immune System) ને અત્યાર સુધી કેવી રીતે હરાવી રહ્યો છે તે વાત વૈજ્ઞાનિકો માટે અત્યાર સુધી રહસ્ય સમાન હતી. અત્યાર સુધીમાં લગભગ અઢી વર્ષ થઈ ગયા છે. આટલા દિવસો પછી પણ કોરોનાને કાબુમાં લઈ શકાયો નથી. કાબૂમાં આવવાને બદલે કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે જેના કારણે તેના નવા નવા વેરિયન્ટ સમયાંતરે બહાર આપી રહ્યા છે. બીજી તરફ દરેક રસી (Corona Vaccine) ને આ વાયરસ માત આપી રહ્યો છે. કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં સંક્રમણની લહેર લાવી રહ્યો છે. જોકે હવે વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના આ રહસ્યને અમુક હદ સુધી ઉકેલી દીધું છે. વૈજ્ઞાનિકોને હવે જાણવા મળ્યું છે કે લગભગ 10-20 વર્ષ પહેલા દેખાતા 2 વાયરસે કોરોના માટેનો પાયો તૈયાર કર્યો હતો. વૈજ્ઞાનિકોના અભ્યાસ પછી સામે આવેલા આ નિષ્કર્ષ પછી હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે કદાચ જલ્દી જ કોરોના (Corona)નો કાયમી ઈલાજ પણ મળી જશે.

આયર્લેન્ડના ડબલિનમાં ટ્રિનિટી બાયોમેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (TBSI) ના ડૉ. નિગેલ સ્ટીવેન્સનની આગેવાની હેઠળના સંશોધકોએ આ દિશામાં એક અભ્યાસ હાથ ધર્યો છે. આમાં તેમને જાણવા મળ્યું છે કે, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) અને સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS) ના વાયરસે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. તેમાંથી સાર્સ વાયરસ 2002માં સામે આવ્યો હતો. જ્યારે 2012માં મેર્સ વાયરસથી લોકો ચેપ ગ્રસ્ત બન્યા હતા. આ બંને વાયરસ દેખાવમાં ઘણા જ અંશે બિલકુલ કોરોના જેવા જ હતા. આ વાયરસ માત્ર ઝડપથી ચેપ જ ફેલાવતા નથી પરંતુ મોટી સંખ્યામાં પીડિતોના જીવ પણ લઈ લે છે. એટલું જ નહીં, જે લોકો બચી ગયા તેમના શરીરમાં આ વાયરસે એવા અવરોધો ઉભા કર્યા કે એન્ટિવાયરલ પ્રોટીન (Antiviral Proteins) માનવ કોષો સુધી પહોંચી શક્યા નહીં. આ રીતે, કોરોના માટે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવા માટે મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - બ્રિટને મોર્ડનાની વેક્સીનને આપી મંજૂરી, 6 થી 11 વર્ષના બાળકોને લાગશે ડોઝ

વૈજ્ઞાનિકોના મતે માનવ કોષોમાં એવા ઘણા પ્રોટીન અને અન્ય તત્વો છે, જે મનુષ્યને રોગો, વાયરસ સામે લડવાની શક્તિ આપે છે. જ્યારે આ રોગપ્રતિકારક તત્વોની સંખ્યા ચોક્કસ મર્યાદા કરતા ઓછી હોય છે. જેના કારણે લોકો બીમાર પડે છે. આ પછી, સમાન પ્રોટીન અથવા પ્રતિકારક તત્વો બીમાર વ્યક્તિને બહારથી પૂરા પાડવામાં આવે છે. દવાઓ, રસી વગેરે દ્વારા તે બહારથી વ્યક્તિને આપવામાં આવે છે. તેઓ શરીરની અંદર પ્રવેશે છે અને પછી માનવ કોષોમાં પ્રોટીનની સંખ્યામાં વધારો કરે છે, જે વાયરસ સાથે મુકાબલો કરે છે. માનવ શરીરમાં વાયરસ સામે લડતા આ પ્રોટીનને ઇન્ટરફેરોન (Interferon) કહેવામાં આવે છે. પરંતુ સાર્સ (SARS) અને મર્સ (MERS) એ માનવ શરીરમાં છોડેલા પ્રોટીને ઇન્ટરફેરોનનો માર્ગ અવરોધ્યો અને તેમને અક્ષમ કર્યા છે. નબળા કોરોના વાયરસ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યો છે.

કોરોનાની સારવાર શક્ય બનશે?

ડૉક્ટર નિગેલ આ વિશે કહે છે, 'હવે અમે લગભગ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે શા માટે કોરોના લોકોને વારંવાર સંક્રમિત કરી રહ્યો છે, તો સારવારની પણ અપેક્ષા રાખી શકાય છે. કોરોનામાં સાર્સ (SARS) અને મર્સ (MERS) જેવા પ્રોટીન પણ હોય છે, જે ઇન્ટરફેરોનનો રસ્તો રોકે છે. તેમને નિષ્ક્રિય અને નબળા બનાવે છે. તેથી, હવે આપણે એવી દવા તૈયાર કરવી પડશે જે કોરોના વાયરસના જીવલેણ પ્રોટીનને ટક્કર આપશે, જે ઇન્ટરફેરોન (Interferon) ના માર્ગને અવરોધે છે. જો આપણે આ કરી શકીશું, તો આપણે કોરોના (Corona Virus) ને પણ હરાવી શકીશું.
First published:

Tags: Corona vaccine, Coronavirus

આગામી સમાચાર