Zombie Virus: યુરોપિયન સંશોધનકારોએ રશિયાના સાઇબેરિયા ક્ષેત્રમાં પર્માફ્રોસ્ટ હેઠળથી એકત્રિત કરવામાં આવેલા પ્રાચીન નમૂનાઓની તપાસ કરી છે. તેઓએ 13 નવા સુક્ષ્મજીવાણુઓ શોધી કાઢ્યા છે અને તે વાયરસ અંગે જાણકારી આપી છે. તેઓએ તેને "ઝોમ્બી વાયરસ" નામ આપ્યું છે. હજારો વર્ષ સુધી સ્થિર જમીનમાં રહેવા છતાં આ વાયરસ ચેપી રહ્યા છે.
Zombie Virus: જળવાયુ પરિવર્તનને કારણે પર્માફ્રોસ્ટ એટલે કે જ્યાં બરફ હંમેશા થીજેલો રહેતો હોય તેવી જમીન મનુષ્ય માટે નવો ખતરો પેદા કરી શકે છે. અહીં લગભગ બે ડઝન વાયરસ મળી આવ્યા છે. આ વાયરસ શોધનાર સંશોધકોના જણાવ્યા અનુસાર, આમાં 48,500 વર્ષ પહેલા તળાવની નીચે થીજી ગયેલા વાયરસનો સમાવેશ થાય છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, યુરોપિયન સંશોધનકારોએ રશિયાના સાઇબેરિયા ક્ષેત્રમાં પર્માફ્રોસ્ટ હેઠળથી એકત્રિત કરવામાં આવેલા પ્રાચીન નમૂનાઓની તપાસ કરી છે. તેઓએ 13 નવા સુક્ષ્મજીવાણુઓ શોધી કાઢ્યા છે અને તે વાયરસ અંગે જાણકારી આપી છે. તેઓએ તેને "ઝોમ્બી વાયરસ" નામ આપ્યું છે. હજારો વર્ષ સુધી સ્થિર જમીનમાં રહેવા છતાં આ વાયરસ ચેપી રહ્યા છે.
આ પૈકીનાં સૌથી જૂના વાયરસ પાંડોરાવીરસ યેડોમા તરીકે ઓળખવામાં આવે છે, તે 48,500 વર્ષ જૂનો હોવાનું મનાય છે. આ વાયરસે અગાઉના 30,000 વર્ષ જૂના વાયરસના રેકોર્ડને તોડ્યો છે. તે વાયરસને 2013માં આ જ ટીમે શોધી કાઢ્યો હતો.
વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી છે કે વાતાવરણીય વોર્મિંગને કારણે પર્માફ્રોસ્ટ પીગળવાથી મિથેન જેવા ભૂતકાળમાં ફસાયેલા ગ્રીનહાઉસ વાયુઓ મુક્ત થઈ શકે છે, પરિણામે આબોહવા પરિવર્તન વધુ ખરાબ થશે. જોકે, સુષુપ્ત રોગકારક સૂક્ષ્મજીવો પર તેની અસર ઓછી હોવાનું જાણવા મળે છે.
રશિયા, જર્મની અને ફ્રાન્સના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે તેઓએ જે વાયરસનો અભ્યાસ કર્યો છે, તેને ફરીથી જીવંત કરવાનું જૈવિક જોખમ સંપૂર્ણપણે જીરો છે. કારણ કે તેઓએ જે સ્ટ્રેનને નિશાન બનાવ્યું હતું, તે મુખ્યત્વે અમીબા જેવા સુક્ષ્મ જીવાણુઓને જ ચેપ લગાડવામાં સક્ષમ હોય છે. પ્રાણીઓ અથવા માણસોને ચેપ લગાવી શકે તેવા વાયરસને ફરી સજીવ કરવો વધુ સમસ્યારૂપ છે, તેઓએ ચેતવણી આપી હતી કે જોખમ વાસ્તવિક છે તે બતાવવા માટે તેમના કાર્યનું તારણ કાઢી શકાય છે.
બ્લૂમબર્ગના અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, "આ રીતે સંભવ છે કે પ્રાચીન પર્માફ્રોસ્ટ પીગળવાના કારણે અજાણ્યા વાયરસ મુક્ત થઈ શકે છે. હાલ આ લેખની સમીક્ષા કરવામાં આવી નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાહ્ય વાતાવરણમાં આવ્યા પછી વાયરસ કેટલો સમય ચેપ ફેલાવી શકે છે? તેને કેવી રીતે રોકી શકાય છે? અને કેટલા સમય ગાળામાં વ્યક્તિને ચેપ લાગી શકે છે? તેની આગાહી કરવી હજી પણ અશક્ય છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર