માનસીક રોગીઓની દવા કરશે Coronaનો ખાતમો, રિસર્ચર્સનો દાવો

માનસીક રોગીઓની દવા કરશે Coronaનો ખાતમો, રિસર્ચર્સનો દાવો
પ્રતિકાત્મક તસવીર

આ દવા કોરોના વાયરસને પ્રતિકૃતિ (રેપ્લકેશન) બનાવતા રોકી શકે છે. વાયરસ સંક્રમિત વ્યક્તિના શરીરમાં પોતાની સંખ્યા વધારી શ્વસન તંત્ર પર હાવી થઈ જાય છે.

 • Share this:
  વોશિંગ્ટન : આધુનિક કમ્પ્યુટર સિમુલેશન દ્વારા વૈજ્ઞાનિકોએ પહેલાથી હાજર એક એવી દવાની શોધ કરી છે, જેનો ઉપયોગ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે થઈ શકે છે. હાલમાં આ દવાનો ઉપયોગ બાઈપોલર ડિસઓર્ડર (એક માનસીક રોગ) અને સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થતા દર્દીઓ માટે કરવામાં આવે છે.

  વૈજ્ઞાનિકોએ જોયું કે, આ દવા કોરોના વાયરસને પ્રતિકૃતિ (રેપ્લકેશન) બનાવતા રોકી શકે છે. વાયરસ સંક્રમિત વ્યક્તિના શરીરમાં પોતાની સંખ્યા વધારી શ્વસન તંત્ર પર હાવી થઈ જાય છે.  જર્નલ સાયન્સ એડવાન્સેઝમાં પ્રકાશિત અભ્યાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નોવલ કોરોના વાયરસનો મુખ્ય પ્રોટિઝ Mpro જ તે ઈઝાઈમ છે જે તેને લાઈફ સાયકલમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. અમેરિકાની યૂનિવર્સિટી ઓફ શિકાગો સહિત અન્ય શોધકર્તાઓ અનુસાર, Mpro વાયરસને જેનેટિક મટેરિયલથી પ્રોટિન બનાવવાની ક્ષમતા પ્રદાન કરે છે અને તેના કારણે જ વાયરસ સંક્રમિત વ્યક્તિના સેલ્સમાં પોતાની સંખ્યા વધારે છે.

  બાયોલોજિકલ મોલિક્યૂલ્સના મોડલિંગમાં વિશષજ્ઞતાનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ સંભવિત પ્રભાવી હજારો કમ્પાઉન્ડની ઝડપથી તપાસ કરી. વૈજ્ઞાનિકોએ જોયું કે, Mpro વિરુદ્ધ જે દવામાં સંભાવના જોવા મળી તે Eblselen છે. આ એક કેમિકલ કમ્પાઉન્ડ છે જેમાં એન્ટી વાયરલ, એન્ટી ઈફ્લામેટ્રી, એન્ટી ઓક્સીડેટિવ, બેક્ટ્રીસિડલ અને સેલ પ્રોટેક્ટિવ પ્રોપર્ટિંઝ છે.

  અનેક બીમારીઓની સારવાર

  શોધકર્તાઓ અનુસાર, Eblselenનો ઉપયોગ બાઈપોલર ડિસોડર અને સાંભળવાની ક્ષમતા ઓછી થવા સહિત અનેક બીમારીઓની સારવારમાં થાય છે. અનેક ક્લીનીકલ ટ્રાયલમાં આ દવા માનવ માટે ઉપયોગી અને સુરક્ષિત સાબિત થઈ ચુકી છે.
  Published by:kiran mehta
  First published:August 15, 2020, 17:55 pm

  ટૉપ ન્યૂઝ