Home /News /national-international /આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

ફાઇલ તસવીર

End of the Earth: વૈજ્ઞાનિકોને પહેલીવાર એવો બાહ્ય ગ્રહ મળ્યો છે કે જે સૂર્યમાં સમાઈ જશે. આ એક્સોપ્લેન્ટની મદદથી વૈજ્ઞાનિકો જાણી રહ્યા છે કે, પૃથ્વીનો અંત કેવી રીતે થશે?

End of the Earth: ક્યારેય કોઈએ તમને પૂછ્યું છે કે તમારા મગજમાં આવ્યું છે કે, આખરે કેવી રીતે ધરતીનો અંત આવશે? લોકો કહેતા હોય છે કે, અંતરિક્ષમાં બહુ મોટો પથ્થર કે ઉલ્કાપિંડ છે, જે ધરતી સાથે અથડાશે અને પૃથ્વીના અનેક ટુકડાં કરી નાંખશે અને ખતમ કરી નાંખશે. વૈજ્ઞાનિકો આ સવાલનો સાચો જવાબ શોઘવા માટે ઘણાં સમયથી સંશોધન તેમજ અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે હવે વૈજ્ઞાનિકોને સફળતા મળી ગઈ છે. વૈજ્ઞાનિકોને નવા અધ્યયનમાં એક બાહ્ય ગ્રહ એટલે કે એક્સોપ્લેનેટથી એવા સંકેત મળ્યા છે કે ધરતીનો અંત કેવી રીતે થશે?

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આપણી પૃથ્વી સૂર્યને લીધે ટકેલી છે. તેથી એ વાત તો નક્કી જ છે કે, જ્યાં સુધી પૃથ્વીને સૂર્યપ્રકાશ મળે છે ત્યાં સુધી અસ્તિત્વ રહેશે. હકીકતમાં વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં એક્સોપ્લેનેટને અથડાતા જતા જોયો છે. ધીમે-ધીમે એક્સપ્લોનેટની પોતાની કક્ષા ખતમ થઈ જશે અને ધ એસ્ટ્રોનોમિકલ જર્નલ લેટર્સના રિપોર્ટ પ્રમાણે, ગ્રહોના જીવનચક્રને સમજવા માટે જોઈએ તો સંશોધન ખૂબ જ કામનું નીવડી શકે છે.

ગ્રહોના અસ્તિત્વની પુષ્ટિમાં સમય લાગ્યો


સંશોધકોને પહેલાં જ જાણ થઈ ગઈ હતી કે, એક્સપ્લોનેટ તારામાં સમાવીને નષ્ટ થઈ જાય છે. આ અત્યાર સુધી માત્ર સૈધ્ધાંતિક રીતે માનવામાં આવતું હતું. અત્યાર સુધીમાં નષ્ટ થઈ રહેલો કોઈ ગ્રહ જોઈ શકાયો નહોતો. એવામાં આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ આ ઘટનાને સંપૂર્ણ જોવાનો મોકો મળી રહ્યો છે. નાસાના ટેલિસ્કોપની મદદથી તારા તરફ આગળ વધી રહેલા ગ્રહ કેપ્લર 1658Bની શોધ 2009માં જ કરી નાંખવામાં આવી હતી. જો કે, આ બાહ્ય ગ્રહના અસ્તિત્વની પુષ્ટિ કરવા માટે વૈજ્ઞાનિકોને દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.


ગુરુ જેવો છે કેપ્લર 1658B


વૈજ્ઞાનિકો પ્રમાણે, આ બાહ્ય ગ્રહ અને ગુરુ ગ્રહમાં ઘણી સમાનતાઓ છે. બંનેનો આકાર અને વજન અંદાજે સરખો જ છે. બંનેમાં ફરક એટલે જ છે કે, બાહ્ય ગ્રહ તારાની ખૂબ નજીક પહોંચી ગયો છે. આ બંને વચ્ચેનું અંતર સૂર્ય અને બુધ વચ્ચેના અંતર કરતાં આઠમા ભાગનું છે. આ રીતે એક્સપ્લોનેટની અંત કક્ષા ખતમ થવાથી તારામાં સમાઈ જશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, એક્સપ્લોનેટની કક્ષા દરવર્ષે ઘટી રહી છે. જો કે, આ એક્સપ્લોનેટ ખૂબ ધીમી ઝડપથી સૂર્ય તરફ વધી રહ્યો છે. એક્સપ્લોનેટની કક્ષા દરવર્ષે 131 મિલિ સેકન્ડના દરથી ઘટી રહી છે.

ગ્રહોનો આકાર કેવી રીતે બદલાય છે?


ખગોળવિદના જણાવ્યા પ્રમાણે, કોઈપણ ગ્રહ અને તેના સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એકબીજાના આકારમાં ફેરફાર કરે છે. આ ફેરફારને કારણે જબરદસ્ત ઉર્જા પેદા થાય છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે, એવી જ ઉર્જા ગુરુ અને તેના ચંદ્ર વચ્ચે ગુરુત્વાકર્ષણ બળને કારણે પેદા થઈ રહી છે. સંશોધકોનું કહેવું છે કે, હવે એવા પ્રમાણ મળી રહ્યા છે કે જેનાથી ટાઇડલ ફિઝિક્સના સિદ્ધાંત વધુ સારી રીતે સમજી શકાય છે. કેપ્લર 1658Bના અંતની પ્રકિયા વૈજ્ઞાનિકો માટે એક પ્રયોગશાળાની જેમ કામ કરશે.
First published:

Tags: Earth પૃથ્વી, New Research, Research સંશોધન