હજારો કોરોના વાયરસ છે ચામાચિડીયામાં, તેમાં 6 નવા મળ્યા વૈજ્ઞાનિકોને

હજારો કોરોના વાયરસ છે ચામાચિડીયામાં

આ દરમિયાન શોધકર્તાઓએ 6 જેટલા નવા કોરોના વાયરસ પણ શોધી કાઢ્યા છે. જે અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે અજાણ હતા.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસને દુનિયામાં ફેલાતા ચાર મહિના થયા છે, પરંતુ હજુ સુધી શોધકર્તા એ વાત પર એકમત નથી થઈ શક્યા કે, સાર્સ કોવ 2 માણસના શરીરમાં આવ્યો કેવી રીતે. હવે વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં ચામાચિડીયામાં એક નહીં કુલ 6 પ્રકારના નવા કોરોના વાયરસ મળી આવ્યા છે.

  ઝડપથી પૂરી દુનિયામાં ફેલાઈ ગયો છે સાર્સ કોવ-2

  બતાવવામાં આવી રહ્યું છે કે, વર્તમાનમાં સાર્સ કોવ 2 નામનો કોરોન વાયરસ ચીનના વુહાન શહેરમાં સૌથી પહેલા ફેલાવવાનું શરૂ થયું અને ત્યારથી અત્યાર સુધી તે દુનિયાના 210 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. તેના કારણે અત્યાર સુધીમાં 20 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, અને એક લાખ 17 હજારથી વધારે લોકો મરી ચુક્યા છે.

  કેવી રીતે ખબર પડી આ વાયરસની

  મ્યાંમારના વૈજ્ઞાનિક આ વાત પર શોધ કરી રહ્યા હતા કે જાનવરોથી વાયરસ માણસમાં આવીને તેને સંક્રમિત કરી શકે છે. તેમણે એ જાણવાની કોશિસ કરી કે, કેવી રીતે સ્થાનિક વન્ય જીવ કેવી રીતે માણસના સંપર્કમાં આવી શકે છે.

  ચાર વર્ષ પહેલા નમૂના જમા કરવાનું શરૂ કર્યું હતું

  વૈજ્ઞાનિકોએ મે 2016થી લઈ ઓગસ્ટ 2018 સુધી તે ક્ષેત્રના ચામાચિડીયાથી 750 નમૂના ભેગા કર્યા. વૈજ્ઞાનિકોને એ પણ જાણવા મળ્યું કે, ચામાચિડીયામાં હજારો પ્રકારના વાયરસ હોઈ શકે છે. જેમાંથી અત્યાર સુધીમાં કેટલાક તો માણસોની નજરમાં પણ નથી આવ્યા. આ દરમિયાન શોધકર્તાઓએ 6 જેટલા નવા કોરોના વાયરસ પણ શોધી કાઢ્યા છે. જે અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે અજાણ હતા. તેમાંથી એક કોરોના વાયરસ પૂર્વિ એશિયાનો તો હતો, પરંતુ માયાંમારનો ના હતો.

  આ ખતરનાક બિમારીઓ ફેલાવી ચુક્યા છે કોરોના વાયરસ

  કોરોના વાયરસે અત્યાર સુધીમાં સાર્સ અને મર્સ જેવી ખતરનાક બિમારી દુનિયામાં ફેલાવી છે. સાર્સ બિમારી જ્યાં સાર્સ કોવ 1 નામના કોરોના વાયરસથી ફેલાઈ હતી તો મર્સ નામની બિમારી તેજ નામના કોરોના વાયરસથી ફેલાઈ હતી. હાલમાં દુનિયામાં હાહાકાર મચાવી રહેલી કોવિડ-19 બિમારી સાર્સ કોવ-2 નામના કોરોના વાયરસે ફેલાવી છે.
  Published by:kiran mehta
  First published: