Home /News /national-international /

આકાશમાં નાચતી જોવા મળી ડરાવનારી વસ્તુ, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો પણ ચકિત

આકાશમાં નાચતી જોવા મળી ડરાવનારી વસ્તુ, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો પણ ચકિત

આ પ્રકારની વસ્તુને વૈજ્ઞાનિકોએ આ પહેલા ક્યારેય જોઈ નથી (પ્રતિકાત્મક તસવીર)

unknown spinning object in the Milky Way : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ (Australia scientists)આકાશમાં એવી વસ્તુ જોઈ હતી જેને જોઈને તે ચકિત રહી ગયા

    નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ (Australia scientists)આકાશમાં એવી વસ્તુ જોઈ હતી જેને જોઈને તે ચકિત રહી ગયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આકાશગંગામાં (Milky way)એક અજાણી વસ્તુ નાચી રહી છે. આ પ્રકારની વસ્તુને વૈજ્ઞાનિકોએ આ પહેલા ક્યારેય જોઈ નથી. આ ઓબ્જેક્ટને સૌથી પહેલા યુનિવર્સિટીના (University)વિદ્યાર્થીઓએ જોઇ હતી. તેમાં તેમણે જોયું કે પ્રત્યેક 18 મિનિટ પછી રેડિયો તરંગોનો એક ભયાનક વિસ્ફોટ થાય છે જે એક મિનિટ સુધી યથાવત્ રહેશે. બ્રહ્માંડમાં હંમેશા પલ્સ એનર્જીના (Pulse energy) રુપમાં ઉર્જાને સ્પંદિત કરનારી વસ્તુ જોવા મળે છે. જોકે એવી વસ્તુ જે દર મિનિટમાં બદલી જાય છે. આ પહેલા ક્યારેય જોવા મળી નથી.

    આવી વસ્તુઓ વિશે હજુ સુધી ખબર નથી

    ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીની ટીમ આ વસ્તુને સમજવા માટે હજુ પ્રયત્ન કરી રહી છે. ઓસ્ટ્રેલિયામાં કર્ટિન યુનિવર્સિટીના (Curtin University)સ્નાતક વિદ્યાર્થી મુર્ચિસન વાઇલ્ડફિલ્ડ એરેમાં (Murchison Widefield Array)નવી ટેકનિક અને ટેલિસ્કોપમાં આકાશગંગાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે આ રહસ્યમયી વસ્તુ જોવા મળી હતી. વિદ્યાર્થીએ કહ્યું કે આ ઓબ્જેક્ટ કેટલાક કલાકોમાં ઘણી વખત સામે આવ્યો હતો અને ઘણી વખત વિલુપ્ત થયો હતો. આ પ્રકારની ચીજોની અમે કલ્પના પણ કરી ન હતી. આ પ્રકારની ચીજો ખગોળવિદો માટે ડરાવનારી છે કારણ તે અત્યાર સુધી આકાશમાં આવી અજાણી વસ્તુ વિશે ખબર નથી.

    આ પણ વાંચો - Britain: આ યુવકને 5000થી વધુ યુવતીઓએ મોકલ્યો લગ્નનો પ્રસ્તાવ, જાણો શું છે આખો મામલો

    ધીરે-ધીરે ઉઠશે રહસ્ય પરથી પડદો

    ખગોળ વૈજ્ઞાનિકોના મતે આ એક એવી રહસ્યમયી ઓબ્જેક્ટ છે જે નિશ્ચિત અંતરાલ પર રેડિયો તરંગ કિરણ ઉત્સર્જિત કરે છે. વૈજ્ઞાનિકોના મતે ટીમ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે આ અજ્ઞાત રહસ્યમયી ઓબ્જેક્ટ ધરતીથી 400 પ્રકાશ દૂર સ્થિત છે. જેના ઘણા મજબૂત ચૂંબકીય ક્ષેત્ર છે અને તે ઘણા ચમકીલા છે. આ શોધ પાછળ હાલ કશું કહેવું ઉતાવળ હશે પણ એક સિદ્ધાંત એ છે કે આ વસ્તુ ન્યૂટોન સ્ટાર કે નાનો તારો હોઈ શકે છે.

    ટીમના પ્રમુખ ડો હર્લી વાકરે (Dr Hurley-Walker)જણાવ્યું કે આગળના અધ્યયનથી એ ખબર પડશે કે આ પ્રકારનો ઓબ્જેક્ટ એકલો છે કે બ્રહ્યાંડમાં આની ઘણા પ્રકારની વસ્તુ નાચી રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Australia, Scientists

    આગામી સમાચાર