કોરોના વાયરસની રોકથામમાં મળી મોટી સફળતા, વૈજ્ઞાનિકોએ શોધી લગામ કસવાની પદ્ધતિ

કોરોના વાયરસની રોકથામમાં મળી મોટી સફળતા, વૈજ્ઞાનિકોએ શોધી લગામ કસવાની પદ્ધતિ
વૈજ્ઞાનિકોએ એક એવા પ્રોટીનને રોકવાની ટેકનીક વિકસિત કરી છે, જેનો ઉપયોગ કોરોના ઈમ્યૂન સિસ્ટમના અગત્યના તત્વોને નિષ્ક્રિય કરવા માટે કરે છે

વૈજ્ઞાનિકોએ એક એવા પ્રોટીનને રોકવાની ટેકનીક વિકસિત કરી છે, જેનો ઉપયોગ કોરોના ઈમ્યૂન સિસ્ટમના અગત્યના તત્વોને નિષ્ક્રિય કરવા માટે કરે છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને રોકવા અને તેને ખતમ કરવા માટે દુનિયાભરમાં શોધ થઈ રહી છે. કોવિડ-19 (COVID-19)ની વેક્સીન (Coronavirus Vaccine) વિકસિત કરવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવા પ્રોટીન (Protein)ને રોકવાની ટેકનીક વિકસિત કરી છે, જેનો ઉપયોગ કોરોના વાયરસ ઈમ્યૂન સિસ્ટમ (Immune System)ના અગત્યના તત્વોને નિષ્ક્રિય કરવા માટે કરે છે. આ શોધથી કોવિડ-19ની સારવાર માટે નવી દવા તૈયાર કરવામાં મદદ મળી શકે છે.

  અમેરિકાના સેન એન્ટોનિયોમાં ટેક્સાસ સ્વાસ્થ્ય વિજ્ઞાન કેન્દ્ર વિશ્વવિદ્યાલયના અનુસંધાનકર્તાઓ સહિત વિભિન્ન શોધકર્તાઓએ બે અણુઓ વિશે ભાળ મેળવી છે જે સાર્સ પીએલપ્રો (SARS-COV-2-PLPro) નામના કોરોના વાયરસ દ્વારા ઉપયોગ કરવામાં આવતા અણુ સંબંધ ‘સીઝર’ એન્જાઇમને રોકે છે.  આ પણ વાંચો, Corona Vaccine Update: ભારતમાં કોરોના વાયરસે સ્વરૂપ નથી બદલ્યું, વેક્સીન પર કોઈ અસર નહીં પડે- PMO

  સાયન્સ પત્રિકામાં પ્રકાશિત શોધમાં કહેવામાં આવ્યું છે કે સાર્સ-સીઓવી-2-પીએલપ્રો વાયરસ અને માનવ પ્રોટીન બંનેને સંવેદિત અને સંસાધિત કરીને સંક્રમણને પ્રોત્સાહન આપે છે. યૂટી હેલ્થ સૈન એન્ટોનિયોમાં જૈવ રસાયણ અને સંરચનાત્મક જીવ વિજ્ઞાનના સહાયક પ્રોફેસર તથા વરિષ્ઠ શોધ લેખક શૉન કે ઓલ્સને કહ્યું કે, આ એન્જાઇમ બે રૂપ ધારણ કરી લે છે.

  આ પણ વાંચો, COVID-19: દેશમાં 24 કલાકમાં 61,871 નવા કેસ નોંધાયા, 1033 દર્દીઓનાં મોત

  ઓલ્સને કહ્યું કે, આ પ્રોટીનને બહાર આવવા માટે પ્રોત્સાહિત કરે છે જે વાયરસને બે રૂપ ધારણ કરવા માટે આવશ્યક છે અને તે સાઇટોકિન્સ અને કેમોકિંસ નામના અણુઓને પણ રોકે છે જે સંક્રમણ પર હુમલો કરવા માટે પ્રતિરક્ષા પ્રણાલીને સંકેત આપે છે. વૈજ્ઞાનિકોએ આવા અવરોધકોની ભાળ મેળવી લીધી છે જે સાર્સ-સીઓવી-2-પીએલપ્રોની ગતિવિધિને અવરોધવામાં ખૂબ કુશળ છે.

  આ દરમિયાન, ભારતમાં રવિવારે કોરોના સંક્રમણના આંકડાએ થોડા રાહતના સમાચાર આપ્યા છે. શનિવારની તુલનામાં 341 ઓછા નવા કેસો નોંધાયા છે. પણ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 લાખની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 61,871 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1033 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 74,94,552 થઈ ગઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published:October 18, 2020, 13:49 pm

  ટૉપ ન્યૂઝ