Home /News /national-international /વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો આપણી સોલર સિસ્ટમની સીમાઓનો પહેલો 3D Map, ખાસ છે આ નકશો

વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો આપણી સોલર સિસ્ટમની સીમાઓનો પહેલો 3D Map, ખાસ છે આ નકશો

(Photo Credit: NASA/IBEX/Adler Planetarium)

NASAએ આંકડાઓનો ઉપયોગ કરી સોલર સિસ્ટમ અને ઇન્ટરસ્ટેલર સ્પેસની વચ્ચેની સરહદનો 3D નક્શો બનાવ્યો છે

    આપણું બ્રહ્માંડ અનંત છે તેમ માનવામાં આવે છે. આજે પણ વૈજ્ઞાનિકો માટે એવા કેટલાય સવાલો છે જેના જવાબ શોધવા અશક્ય છે. અનેક રહસ્યોથી ભરેલા આપણા બ્રહ્માંડ વિશે જાણવા વૈજ્ઞાનિકોની સાથે પૃથ્વી પરનો દરેક માણસ આતુર રહે છે. આજે અવકાશ ક્ષેત્રે વિજ્ઞાન (Science) કેટલું આગળ વધી ગયું છે, તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે વૈજ્ઞાનિકોએ આપણા સૂર્યમંડળ (Solar System)ની સીમાઓનો એક 3D મેપ (Solar System 3D Map) તૈયાર કર્યો છે.

    અમેરિકા (USA)માં લોસ એલામોસ નેશનલ લેબોરેટરી (Los Alamos National Laboratory)ના ખગોળશાસ્ત્રીઓએ IBEX સેટેલાઇટના આંકડાઓનો ઉપયોગ કરી હેલિયોસ્ફિયરનો પહેલો 3D નકશો તૈયાર કર્યો છે. હેલિયોસ્ફિર તે પરપોટો છે જે સૌર પવન દ્વારા બને છે, જે સૂર્યથી નીકળતા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એલ્ફા કણોનો પ્રવાહ છે. સૌરપવનોનો વિસ્તાર અંતરતારકિય અંતરિક્ષ સુધી છે અને તે પૃથ્વીને અંતરતારકિય વિકિરણોથી બચાવે છે.

    આ રીતે બનાવ્યો 3D મેપ

    વૈજ્ઞાનિકોએ નાસાના એક પૃથ્વીની પરિક્રમા કરનાર અને આપણા સૂર્યમંડળ અને ઇન્ટરસ્ટેલર સ્પેસ વચ્ચે થતી હલચલ પર નજર રાખનાર ઉપગ્રહ ઇન્ટરસ્ટેલર બાઉન્ડ્રી એક્સપ્લોરરનો ડેટા એકત્ર કરી તેની મદદથી 3D મેપ બનાવ્યો છે. લોસ એમોલોસ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિક અને શોધપત્રના મુખ્ય લેખક ડેન રેજિનફેલ્ડે જણાવ્યુ કે, લાંબા સમયથી ભૌતિકી મોડલ્સ આ સીમા પર સતત કામ કરી રહ્યા હતા. પરંતુ આ પહેલી વાર છે કે સંશોધકો તેને માપવામાં સફળ થઇ શક્યા અને તેનો 3D મેપ બનાવી શક્યા.

    આ પણ વાંચો, Decoding Long Covid: કોરોનાથી રિકવર થયા બાદ દાંત અને પેઢાનું ધ્યાન રાખવું કેમ છે જરૂરી?

    રેજિનફેલ્ડ અને તેની ટીમના અન્ય વૈજ્ઞાનિકોએ નાસાના અર્થ ઓર્બિટિંગ ઇન્ટરસ્ટેલ બાઉન્ડ્રી એક્સપ્લોરર સેટેલાઇટના આંકડાનો ઉપયોગ કર્યો જે હેલિયોશીથથી આવતા કણોને ઓળખવાનું કામ કરે છે.

    હેલિયોપોઝ છે તે ખાસ ક્ષેત્ર

    હેલિયોશીથ સૂર્યમંડળ અને અંતરતારકિય અંતરિક્ષની વચ્ચેની સીમાને કહે છે. ટીમ આ જ ઝોનની સીમા જેને હેલિયોપોઝ કહે છે, તેનો નકશો બનાવવામાં સફળ રહી. આ તે જ ક્ષેત્ર છે જ્યાં સૌર પવન અંતરતારકિય અંતરિક્ષથી સૂર્ય તરફ આવતી સમયે અંતરતારકિય પવનો સાથે ટકરાય છે. આ માટે સંશોધકોએ તે ટેક્નિકનો ઉપયોગ કર્યો જેમાં ચામાચીડિયા સોનારનો ઉપયોગ કરે છે.

    આ પણ વાંચો, World Day to Combat Desertification and Drought: જાણો શું છે આ દિવસનું ખાસ મહત્ત્વ

    સૌર પવનોનો જ કર્યો ઉપયોગ

    રેજિનફેલ્ડે વધુમાં જણાવ્યું કે જે રીતે ચામાચીડિયા સોનારના તંરગો દરેક દિશામાં મોકલે છે અને પરત આવતા તરંગોથી આસપાસના વિસ્તારનો માનસિક નકશો બનાવે છે તે જ રીતે સંશોધકોએ હેલિયોસ્ફિયરનો નકશો બનાવવા માટે સૌર પવનોનો ઉપયોગ કર્યો જે દરેક દિશામાં જાય છે.

    ખાસ પરમાણુ માપ દ્વારા ઓળખ

    તે માટે સંશોધકોએ IBEX સેટેલાઇટના ઊર્જાવાન તટસ્થ પરમાણુ(ENA)ના માપનો ઉપયોગ કર્યો જે સૌર પવનોના કણ અને અંતરતારકિય પવનોના ટકરાવાથી બન્યા હતા. આ સંકેતોની તીવ્રતા સૌર પવનોના હેલિયોશીથ સાથે ટક્કરની તીવ્રતા પર નિર્ભર છે. જ્યારે તરંગો શીથ સાથે ટકરાય છે તો ENAની સંખ્યા વધી જાય છે, જેને IBEX ઓળખી લે છે.
    " isDesktop="true" id="1105855" >

    સંશોધકોએ જણાવ્યું કે, સૌર પવનોના સંકેત એક ખાસ પેટર્ન બનાવે છે. IBEX તે જ પેટર્નને પરત આવતા ENA સંકેતોમાં જોઇ શકે છે. તે જ સંકેતોના આધારે એક નિશ્ચિત દિશામાં હેલિયોસ્ફિયરનું અંતર જાણી શકાય છે. તેના જ આધારે 3D નકશો બનાવાયો છે.
    First published:

    Tags: 3D Map, ENA, IBEX, Interstellar Space, Nasa, અંતરિક્ષ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો