મુંબઈ : કોરોના વાયરસ અને લોકડાઉન બાદ આપગાતની ગટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક રીતે તો કોઈ માનસીક રીતે પરેશાનીમાં આપઘાત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આજે એક વૈજ્ઞાનિકે આપઘાત કરી લેતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. આ વૈજ્ઞાનિકે ઘરકંકાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે.
ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC)ના વૈજ્ઞાનિક અધિકારીએ પત્ની સાથેના ઝઘડા પછી ઉપનગરીય ટ્રોમ્બે સ્થિત પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. એક પોલીસ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, આ ઘટના ગુરુવારની છે અને મૃતકની ઓળખ અનુજ ત્રિપાઠી તરીકે થઈ છે.
આ પણ વાંચો -
સુરત: ધોરણ 8ની તરૂણીએ આપઘાત કર્યો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ
ટ્રોમ્બે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સિદ્ધેશ્વર ગોવે જણાવ્યું કે, ગુરુવારે સવારે અનુષ્ક્તિ નગર નિવાસમાં ત્રિપાઠીને પત્ની સાથે બાળકોને ખવડાવવા બાબતે ઝગડો થયો હતો. બાદમાં તેમણે રૂમમાં જઈ રૂમાલની મદદથી પંખા સાથે લટકી ફાંસી લગાવી દીધી. તેમણે કહ્યું કે, ત્રિપાઠીની પત્ની અને કેટલાક પડોશીઓ તેમને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ગોવે જણાવ્યું હતું કે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો -
પંચમહાલ : પાપી પ્રેમી! કોલેજીયન યુવતીએ કર્યો આપઘાત, જુઓ સુસાઈડ નોટમાં ઠાલવી દર્દભરી વ્યથા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે, દિલ્હીની બાજુમાં આવેલા ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ શહેર ગાઝિયાબાદના જિલ્લા અને સેશન્સ જજ યોગેશ કુમારની લાશ તેમના નિવાસસ્થાને લટકેલી મળી આવી હતી. પોલીસ તેને આત્મહત્યાનો કેસ ગણાવી રહી છે. ન્યાયાધીશ યોગેશ કુમારને એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના કોર્ટ નંબર 9માં મુકવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ તેમનું નિવાસસ્થાન શહેરના સિહાની પોલીસ સ્ટેશન ગેટમાં છે અને અહીંથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો છે.