હવે અનરાધાર વરસાદ પડશે, અમેરિકા અને ભારતના વૈજ્ઞાનિકોએ કેમ કર્યો આ દાવો ?

ગત મહિનામાં અલ નીનોનો પ્રભાવ ખૂબ જ ઘટી ગયો છે અને એક અથવા બે મહિનામાં તેની અસર સંપૂર્ણ રીતે ખતમ થવાની આશંકા.

News18 Gujarati
Updated: July 13, 2019, 11:53 PM IST
હવે અનરાધાર વરસાદ પડશે, અમેરિકા અને ભારતના વૈજ્ઞાનિકોએ કેમ કર્યો આ દાવો ?
ગત મહિનામાં અલ નીનોનો પ્રભાવ ખૂબ જ ઘટી ગયો છે અને એક અથવા બે મહિનામાં તેની અસર સંપૂર્ણ રીતે ખતમ થવાની આશંકા.
News18 Gujarati
Updated: July 13, 2019, 11:53 PM IST
આગામી દિવસોમાં દેશભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમેરિકાના વેધર એજન્સીઓ અને ભારતીય વિજ્ઞાનિકોનું કહેવું છ કે હવે અલ નીનોની અસર ખતમ થઇ રહી છે. એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચોમાસાની સીઝનના બાકી બચેલા સમયમાં સૂપડાધાર વરસાદ પડી શકે છે.

ગત મહિનામાં અલ નીનોનો પ્રભાવ ખૂબ જ ઘટી ગયો છે અને એક અથવા બે મહિનામાં તેની અસર સંપૂર્ણ રીતે ખતમ થવાની આશંકા છે. અમેરિકન વેધર એજન્સીએ હાલમાં જ અપડેટ આપતા આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દર 2 અને 6 વર્ષમાં પૂર્વ અને કેન્દ્રીય વિષુવતીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન અસામાન્ય રૂપથી વધી જાય છે. તેનાથી હવાની દિશા અને ગતિ બદલાય છે. જેની દુનિયાના તમામ ભાગમાં મોસમ પર અસર પડે છે. તેને જ અલ નીનો કહેવામાં આવે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ઐશ્વર્યા મજમુદારે કરી સગાઇ, જાણો કોણ છે તેનો 'વાલમ' મુલ્કરાજ?

ક્લાઇમેટ પ્રેડિક્શન સેન્ટર અને અમેરિકાની અન્ય બીજી નેશનલ એજન્સીઓએ જાહેર કરેલા લેટસ્ટ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે ગત મહિને અલ નીનોની અસર નાટકીય રીતે નબળી પડી છે. ભારતીય મૌસમ વિભાગના અધિકારીઓનું કહેવું છે અલ નીનોની હાજરીથી જુનમાં ચોમાસા પર પ્રભાવ પડ્યો જેના કારણે વરસાદમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આવનારા દિવસોમાં ચોમાસુ વધુ સારું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકન મોસમ એજન્સીઓનું કહેવું છે કે એક અથવા બે મહિનામાં અલ નીનો ખતમ થઇ જશે.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...