ચંદ્રયાન-2 (Chandrayaan-2) મિશનના લેન્ડિંગ થવાના થોડા સમય પહેલા જ તેની સાથેનો સંપર્ક તૂટી જવાથી થોડીવાર સુધી કોઈ જાણકારી ન મળી તો પડોસી દેશ પાકિસ્તાન (Pakistan)ના વિજ્ઞાન અને ટેકનીકલ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને વાંધાજનક ટિપ્પણી કરી દીધી. તેઓએ ટ્વિટ કર્યુ કે, "...જો કામ આતા નહીં પંગા નહીં લેતે ના...ડિયર એંન્ડિયા". તેઓએ મિશન પૂરું થવાના કારણે કટાક્ષમાં ઈન્ડિયાને એંન્ડિયા લખી દીધું.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370 (Article 370)ના સમાપ્ત થયા બાદ પાકિસ્તાન (Pakistan) ઉકળી ઉઠેલું છે. પાકિસ્તાને ભારત સરકારને યુદ્ધની ધમકી પણ આપી હતી. આ પહેલા પાકિસ્તાની સરકારના મંત્રી અને ઈમરાન ખાન (Imran khan)ના નજીકના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, સાંસદોને નકામા વિષયોને લઈ પરસ્પર લડવાને બદલે ભારતને જડબાતોડ જવાબ આપવો જોઈએ. આપણે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કાશ્મીરના આર્ટિકલ 370 પર ચર્ચા આયોજિત કરવાને લઈ સંયુક્ત સત્ર બોલવવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન ઈમરાન ખાન પોતે જ ગેરહાજર રહ્યા. આ કારણે વિપક્ષે ગૃહમાં જોરદાર હોબાળો કર્યો, ત્યારબાદ સંસદની કાર્યવાહી રોકી દેવામાં આવી અને અધ્યક્ષ પોતાના કક્ષમાં પરત ફર્યા હતા.