Big News: બિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી સ્કૂલો, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ

સરકારનો આ આદેશ સરકારી અને ખાનગી સ્કૂલો બંને પર લાગુ પડશે

સરકારનો આ આદેશ સરકારી અને ખાનગી સ્કૂલો બંને પર લાગુ પડશે

  • Share this:
    પટના : કોરોના મહામારીને (Corona Pandemic)લઈને બંધ થયેલી બિહારની (Bihar)સ્કૂલો ફરીથી ખુલવા માટે તૈયાર છે. બિહાર સરકારે 28 સપ્ટેમ્બરથી સ્કૂલો (Bihar Schools Open)ખોલવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય પ્રમાણે સપ્તાહમાં બાળકોને બે દિવસ જ સ્કૂલે જવાનું રહેશે. આ દરમિયાન 50% ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ પણ સ્કૂલમાં આવશે. સરકારનો આ આદેશ સરકારી અને ખાનગી બંને પર લાગુ પડશે.

    આ નિર્ણય અંતર્ગત 30% બાળકો જ રોજ સ્કૂલ જઈ શકશે. આ વ્યવસ્થા પ્રમાણે 9થી 12 ધોરણના બાળકો જ વિદ્યાલયમાં અભ્યાસ કરી શકશે. સ્કૂલો ખોલવાને લઈને જે ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તે આદેશ પ્રમાણે 9થી 12 ધોરણ સુધીના બાળકો એક સપ્તાહમાં ફક્ત બે દિવસ જ સ્કૂલ જઈ શકશે. બિહાર સરકારના આ નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી જાહેર એસઓપીનું પાલન કરતા સ્કૂલ જવાની મંજૂરી રહેશે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલ અનલૉક-4માં 9 થી 12ના બાળકોને 21 સપ્ટેમ્બરથી સ્કૂલ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

    આ પણ વાંચો - 1600થી વધારે ભારતીય કંપનીઓમાં લાગેલા છે ચીનના 7500 કરોડ રૂપિયા, સરકારે સંસદમાં આપી જાણકારી

    સ્કૂલ જનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જે ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વનું છે. આ સિવાય પ્રેક્ટિકલ ક્લાસ પણ હાલ થશે નહીં. સ્કૂલમાં બાળકોને માસ્ક લગાવીને જ રહેવું પડશે. સેનિટાઇઝર પણ સાથે રાખવું પડશે.

    બિહારમાં 14 માર્ચથી સ્કૂલ-કોલેજ સહિત બધા શૈક્ષણિક સંસ્થાન બંધ છે. મંગળવારે બિહાર સરકારના શિક્ષા વિભાગના પ્રધાન સચિવ સંજય કુમારે એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published: