કાશ્મીરમાં સોમવારે સ્કૂલ-કોલેજો ખુલશે, લોકોની અવરજવર પર પ્રતિબંધમાં ઢીલ

News18 Gujarati
Updated: August 16, 2019, 2:33 PM IST
કાશ્મીરમાં સોમવારે સ્કૂલ-કોલેજો ખુલશે, લોકોની અવરજવર પર પ્રતિબંધમાં ઢીલ
શ્રીનગર

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, "ખીણમાં મોટાભાગના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી છે. હજુ સુધી સ્થિતિ શાંતિપૂર્ણ છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ હવે ત્યાં ધીમે ધીમે હાલત સુધરી રહી છે. કાશ્મીર ખીણમાં સતત 12 દિવસના બંધ પછી સોમવારે અહીં સ્કૂલ અને કોલેજો ખોલવામાં આવશે. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે તંત્ર તરફથી તમામ સ્કૂલ-કોલેજ અને સરકારી કચેરીઓ સોમવારથી ખોલી દેવાની સૂચના આપવામાં આવી છે. શ્રીનગરમાં પણ લોકોને બહાર નીકળવા માટે પ્રતિબંધોમાં થોડી ઢીલ આપવામાં આવી છે.

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, "ખીણમાં મોટાભાગના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી છે. હજુ સુધી સ્થિતિ શાંતિપૂર્ણ છે." અધિકારીએ જણાવ્યુ કે સુરક્ષા જવાનો પહેલાની જેમ તહેનાત છે. લોકોને શહેરમાં અવરજવર અને અન્ય શહેરમાં આવવા જવા માટે છૂટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે પાંચમી ઓગસ્ટના રોજ અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરતી કલમ હટાવવાની જાહેરાત કર્યાના પાંચ કલાક પહેલા જ કાશ્મીરમાં કર્ફ્યૂ લાદી દેવાયો હતો. રાજ્ય સરકારે શુક્રવારે રેડિયો મારફતે સૂચના આપીને સરકારી કર્મચારીઓને સોમવારથી કામ પર આવવાની સૂચના આપી છે.જોકે, સ્કૂલ-કોલેજ કે સરકારી ઓફિસો શરૂ થવા છતાં સંચારની સેવાઓ પર લાગેલો પ્રતિબંધ ચાલુ જ રહેશે. તમામ ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા બંધ રહેશે. અહીં છેલ્લા બે અઠવાડિયાથી સ્કૂલો બંધ છે. દુકાનો તેમજ બજાર પાંચમી ઓગસ્ટથી બંધ છે. અધિકારીએ જણાવ્યું કે ખીણની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાદળોને હટાવી લેવાનો નિર્ણય અહીંની સ્થિતિ પરથી લેવામાં આવશે.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading