Home /News /national-international /

Odd-Evenની જેમ સપ્તાહમાં 3 દિવસ સ્કૂલ જશે બાળકો, 6 ચરણમાં શરૂ થશે અભ્યાસ! જાણો સમગ્ર વિગત

Odd-Evenની જેમ સપ્તાહમાં 3 દિવસ સ્કૂલ જશે બાળકો, 6 ચરણમાં શરૂ થશે અભ્યાસ! જાણો સમગ્ર વિગત

પ્રતિકાત્મક તસવીર

NCERTએ પોતાની ગાઇડલાઇન્સનો ડ્રાફ્ટ કેન્દ્ર સરકારને સોંપી દીધો છે, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ની વચ્ચે સ્કૂલોને ફરી (School Re opening) શરૂ કરવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. મૂળે, સ્કૂલો ખુલતાં શિક્ષણ કાર્ય કેવી રીતે શરૂ કરવામાં આવે અને બાળકો, માતા-પિતા અને શિક્ષકો માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હશે તેને લઈને NCERTએ પોતાની ગાઇડલાઇન્સનો ડ્રાફ્ટ (NCERT Guidelines Draft) સરકારને સોંપી દીધો છે.

  ‘દૈનિક ભાસ્કર’માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલ ખુલ્યા બાદ રોલ નંબરના આધારે ઓડ-ઇવન ફોર્મૂલા લાગુ કરવામાં આવશે કે પછી બે શિફ્ટમાં શિક્ષણ કાર્ય હાથ ધરાશે. ત્યાં સુધી કે બાળકોને સ્કૂલ પહોંચવાના સમયમાં પણ ક્લાસના હિસાબથી 10-10 મિનિટનો અંતરાળ હશે. ડ્રાફ્ટમાં આ ભલામણ પણ કરવામાં આવી છે સોશિયલ ડિસ્ટન્સિંગ ના હિસાબથી ક્લાસ ખુલ્લા મેદાનમાં યોજવા વધુ યોગ્ય રહેશે. આવો જાણીએ ડ્રાફ્ટમાં કરવામાં આવી મુખ્ય ભલામણો...

  આ 6 ચરણોમાં શરૂ થશે શિક્ષણ કાર્ય

  1. પહેલા ચરણમાં ધોરણ-11 અને 12નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે
  2. તેના એક સપ્તાહ બાદ ધોરણ-9 અને 10નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે
  3. ત્રીજા ચરણમાં બે સપ્તાહ બાદ ધોરણ 6થી લઈને 8 સુધીનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે
  4. તેના ત્રણ સપ્તાહ બાદ ધોરણ-3થી લઈને ધોરણ-5 સુધીનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે
  5. પાંચમાં ચરણમાં ધોરણ-1 અને ધોરણ-2નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે
  6. છઠ્ઠા ચરણમાં પાંચ સપ્તાહ બાદ બાળકોના વડિલોની મંજૂરી સાથે નર્સરી તથા કેજીનો અભ્યાસક્રમ શરૂ થશે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનની સ્કૂલ ગ્રીન ઝોન બનવા સુધી બંધ જ રહેશે.

  સ્કૂલમાં અપનાવાશે આ ઉપાય

  - ક્લાસમાં વિદ્યાર્થીઓની વચ્ચે 6 ફુટનું અંતર રાખવું જરૂરી હશે. એક રૂમમાં 30 કે 35 બાળકો હશે. ક્લાસરૂમના દરવાજા-બારીઓ ખુલી રહેશે અને AC નહીં ચાલુ કરી શકાય.
  - બાળકો ઓડ-ઇવનના આધારે બોલાવવામાં આવશે, પરંતુ હોમ અસાઇમેન્ટ રોજ આપવામાં આવશે.
  - બાળક બેઠક ન બદલે, તેને લઈને ડેસ્ક પર નામ લખેલું હશે. રોજ ત્યાં બેસવું પડશે.
  - શિક્ષણ કાર્ય શરૂ થયા બાદ દર 15 દિવસમાં બાળકના પ્રોગ્રેસને લઈ પેરન્ટ્સ સાથે વાત કરવી પડશે.
  - રૂમમાં રોજ સેનિટાઇઝેશન કરવામાં આવશે, એ સુનિશ્ચિત કરવું સ્કૂલ એડમિનિસ્ટ્રેશનનું કામ હશે. મોર્નિંગ અસેમ્બલી અને એન્યૂઅલ ફંક્શન જેવા કોઈ આયોજન નહીં યોજાય.
  - સ્કૂલમાં પ્રવેશ પહેલા સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું સ્ક્રીનિંગ થશે. સ્કૂલની બહાર ખાવા-પીવાના સ્ટોલ નહીં લગાવી શકાય.
  - બાળકો માટે નોટબૂક, પેન, પેન્સિલ કે ખાવાનું શૅર કરવાની મનાઈ હશે. બાળકોને પોતાનું પાણી સાથે લાવવાનું રહેશે.
  - દરેક બાળક માટે માસ્ક પહેરવું જરૂરી રહેશે. સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખતાં બાળકોના પેરેન્ટ્સને સૂચિત કરવામાં આવશે.

  આ પણ વાંચો, અફવા સાંભળી મહિલાએ રાખ્યું ‘કોરોના માઇ’નું વ્રત, તબિયત બગડતાં થયું મોત

  આ વાતોનું પણ ધ્યાન રાખવું પડશે

  - ચિકિત્સા, સુરક્ષા કે સફાઈ સંબંધી કામો સાથે જોડોયલા પેરેન્સ્ંને તેની સૂચના પહેલાથી જ સ્કૂલને આપવી પડશે
  - એવા જ પેરેન્ટ્સને શિક્ષકોને મળવાની મંજૂરી હશે જે ફોન પર સંપર્ક કરવાની સ્થિતિમાં નહીં હોય.
  - પેરેન્સ્ર-ટીચર્સ મીટિંગ શરૂ થશે. ટ્રાન્સપોર્ટને લઈને ટૂંક સમયમાં ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવશે.
  - જ્યાં સુધી હૉસ્ટેલની વાત છે તો ત્યાં પણ 6-6 ફુટના અંતરે બૅડ લગાવવા પડશે.

  આ પણ વાંચો, Corona: કેન્દ્રની રાજ્યોને સલાહ- ઍમ્બ્યુલન્સ, બૅડ અને વેન્ટિલેટરનો સમજી- વિચારીને ઉપયોગ કરો
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lockdown, NCERT, School, Unlock, છાત્ર, સરકાર

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन