આસામમાં ધોરણ પાંચમાં ભણતી બાળકી સાથે ગેંગરેપ કરીને તેના જ સ્કૂલમાં ભણનારા 3 છોકરાઓએ બાળી નાંખી. ઘટના આસમના નાગાંવ જિલ્લાની છે. પીડિત બાળકોને નાગાંવ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેની મોત થઈ છે.
ડોક્ટરોએ જણાવ્યું કે તેનું શરીર 90 ટકા સુધી બળી ગયું હતું.બલાત્કારના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે એક અન્ય આરોપી ફરાર છે.
નાગાંવ એસપી શંકર રાયમેધીએ જણાવ્યું કે, 'હું બાળકીને મળવા હોસ્પિટલ ગયો હતો. તે ઘણી તકલીફમાં હતી. જો કે મોત પહેલા તેને પોતાનું નિવેદન આપી દીધું હતું. તેને જે પણ જણાવ્યું તેના આધારે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંન્ને સગીર છે અને વિદ્યાર્થીનીની શાળામાં જ ભણતા હતાં. ત્રીજા આરોપીની શોધ ચાલુ છે.'
મળેલ જાણકારી પ્રમાણે ઘટના નાગાંવના બાટાદ્વાવા વિસ્તારમાં સ્થિત પીડિતાના ઘરમાં જ થઈ. સૂત્રો પ્રમાણે તે શાળાથી પરત ફર્યા પછી ઘરમાં એકલી હતી. ત્રણેય આરોપી ઘરમાં ઘુસ્યા અને બળાત્કાર પછી કેરોસીન નાંખીને તેને મોતના હવાલે કરી દીધી. ઘરમાંથી ધુમાડો નીકળ્યો જોઈ તેની આસપાસના અને પરિવારજનો પહોંચ્યા તો બાળકી તેમને ગંભીર હાલતમાં મળી. એને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કહ્યું છે કે ત્રણેય સગીર આરોપી તેમના પરિવારના પરિચીત છે અને તેમના જ ગામના છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર