Home /News /national-international /સ્કૂલની વિદ્યાર્થિનીએ 'સેનેટરી પેડ'ને લઇ કર્યો સામાન્ય સવાલ, મહિલા IAS ઓફિસરે આપ્યો તીખો જવાબ

સ્કૂલની વિદ્યાર્થિનીએ 'સેનેટરી પેડ'ને લઇ કર્યો સામાન્ય સવાલ, મહિલા IAS ઓફિસરે આપ્યો તીખો જવાબ

IAS અધિકારીએ વિદ્યાર્થીનીને તીખો જવાબ આપ્યો

Patna:મહિલા IAS અધિકારીએ એક સ્કૂલની વિદ્યાર્થીનીના સાદા સવાલનો તીખો જવાબ આપ્યો, વિદ્યાર્થીનીએ પૂછ્યું કે શું સરકાર 20-30 રૂપિયાના સેનેટરી પેડ નથી આપી શકતી? IAS અધિકારી હરજોત કૌર ભામરાએ તીખો જવાબ આપ્યો.

    પટના: પટનામાં યોજાયેના વિદ્યાર્થિનીઓ માટેના એક એવરનેસ વર્કશોપમાં મહિલા IAS અધિકારીએ એક સ્કૂલની વિદ્યાર્થિનીના સાદા સવાલનો તીખો જવાબ આપ્યો હતો. જેથી મહિલા IAS પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્કૂલની વિદ્યાર્થિનીએ પૂછ્યું કે શું સરકાર 20-30 રૂપિયાના સેનેટરી પેડ નથી આપી શકતી? તેટલામાં તો મહિલા IAS અધિકારી હરજોત કૌર ભામરાએ તીખો જવાબ આપ્યો હતો.

    તેમણે જવાબ આપતા કહ્યું હતુ કે, “કાલે તમે કહેશો કે સરકાર જીન્સ પણ આપી શકે છે. અને તે પછી સુંદર પગરખાં કેમ નહીં? IAS ઓફિસર હરજોત કૌર ભામરાનો તીખો જવાબ હતો. અને પછી તેણીએ ઉમેર્યું, "તમે આખરે અપેક્ષા રાખશો કે સરકાર તમને કુટુંબ નિયોજન માટે કોન્ડોમ પણ આપે." સીનિયર મહિલા IAS અધિકારીને આગળ કહ્યું કે, આ માગનો કોઈ અંત નથી તેમણે કહ્યું કે 20-30 રૂપિયાના સેનેટરી પેડ આપી શકીએ છીએ. કાલે જીન્સ-પેન્ટ પણ આપીશું. તેમજ સુંદર ચંપલો પણ કેમ નહી આપીએ.

     આ પણ વાંચો: ભાવનગરમાં ગાડી અને આઈસર વચ્ચે અકસ્માત

    IAS અધિકારીએ એવું પણ કહ્યું હતુ કે, અંતમાં જ્યારે પરિવાર નિયોજનની વાત આવશે ત્યારે તો અમારે ફ્રીમાં કોન્ડોમ પણ આપવા પડશે. આ એક દિવસીય વર્કશોપ મંગળવારે યોજાયો હતો. જેમા ખાસ 'સશક્ત બેટી, સમૃદ્ઘ બિહાર- ટુવર્ડસ એન્હાન્સિંગ ધ વેલ્યુ ઓફ ગર્લ ચાઈલ્ડ' વિષય પર આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ નિગમ દ્વારા યુનિસેફ, સેવ ધ ચિલ્ડ્રન અને પ્લાન ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો- વિપુલ ચૌધરીના આરોપો પર અર્બુદા સેનાનો ખુલાસો, ભ્રષ્ટાચારના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

    આ કાર્યક્રમનો હેતુ લિંગ અસમાનતા દૂર કરવા સરકારી યોજનાઓ વિશે છોકરીઓને જાણકારી આપવાનો હતો. પણ મહિલા અને બાળ વિકાસ નિગમના અધ્યક્ષ હરજોત કૌર બમરાને છોકરીઓએ આ યોજનાથી સંબંધિત પ્રશ્નો પૂછ્યા તો તેમના ખૂબ જ વિચિત્ર અને તીખા જવાબો આપ્યા હતા. જે કોઈ અધિકારીને શોભે તેવા નહોતા. આ સંભળીને કાર્યક્રમમાં ભાગ લેનાર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

    સ્કૂલની વિદ્યાર્થિનીએ કહ્યુ હતુ કે, સ્કુલમાં ટોઈલેટ પણ તુટેલા છે, જેમાં છોકરાઓ આવી જાય છે. તો તેની કાઈક વ્યવસ્થા કરાવો પણ મહિલા અને બાળ વિકાસ નિગમના અધ્યક્ષ હરજોત કૌર બમરાને આ વાત પર કોઈ ધ્યાન આપ્યા વગર બીજી સરકારી યોજનાઓની વાત કરી તીખા જવાબો આપ્યા હતો. જેથી વિદ્યાર્થીની પણ નારાજ જોવા મળી હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Bihar government, IAS officer, Sanitary Pad

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन