School Closed News: ઠંડીના કારણે દેશમાં આટલી જગ્યા પર શાળાઓ બંધ રાખવાના આદેશ
ઠંડીના કારણે અહીં શાળાઓ બંધ રહેશે
રાજ્ય સ્તર પર અથવા જિલ્લા પ્રશાસન સ્તર પર સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ જ ક્રમમાં ચંડીગઢ, જયપુર, નોઈડા, ગાજિયાબાદ, પટવા સહિત અન્ય જિલ્લામાં સ્કૂલો બંદ કરી દેવામાં આવી છે.
દેશભરમાં ઠંડીના કહેર વર્તાઈ રહ્યો છે. તેને જોતા કેટલાય રાજ્યોમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે અમુક જગ્યાએ શાળાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સ્તર પર અથવા જિલ્લા પ્રશાસન સ્તર પર સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ જ ક્રમમાં ચંડીગઢ, જયપુર, નોઈડા, ગાજિયાબાદ, પટવા સહિત અન્ય જિલ્લામાં સ્કૂલો બંદ કરી દેવામાં આવી છે.
ચંડીગઢમાં ઉત્તરાયણ સુધી રજાઓ જાહેર
ચંડીગઢમાં સતત પડી રહેલી ઠંડીના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી છે. આ રજાઓ ઉત્તરાયણ સુધી એટલે કે, 14 જાન્યુઆરી સુધી રહેશે. ચંડીગઢ જિલ્લા શિક્ષણ વિભાગે 8માં ધોરણ સુધીના બાળકો માટે 14 જાન્યુઆરી સુધી ઠંડીની રજાઓ જાહેર કરી છે. તો વળી ધોરણ 9થી 12 માટે 9 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે.
જયપુરમાં પણ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા જોતા રજાઓ લંબાવી દેવામાં આવી છે. જે બાદ હવે 7 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. તો વળી રાજ્યના જિલ્લા કલેક્ટરોને અધિકાર છે કે, તે 15 જાન્યુઆરી સુધી પોતાના સ્તર પર સ્કૂલોમાં રજા જાહેર કરી શકે છે.
નોઈડામાં પણ રજાઓ જાહેર
નોઈડા જિલ્લા પ્રશાસને પણ 1થી 8 ધોરણ સુધીના બાળકોને 14 જાન્યુઆરીની રજા જાહેર કરી દીધી છે. આ દરમિયાન તમામ બોર્ડની સ્કૂલો બંધ રહેશે. તો વળી 9થી 12 ધોરણના ક્લાસ સવારે 10 વાગ્યાથી લાગશે.
ગાજિયાબાદમાં રજાઓ
ગાજિયાબાદમાં પણ 1થી 8 ધોરણ સુધીના બાળકો માટે 7 જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
પટનામાં પણ શિક્ષણકાર્ય બંધ
પટના ડીએમ ચંદ્રશેખર સિંહે ધોરણ 10 સુધીના બાળકો માટે 7 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર