Home /News /national-international /School Bus CCTV: અંબરનાથમાં સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

School Bus CCTV: અંબરનાથમાં સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સ્કૂલ બસ પલટાઈ જવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

School Bus CCTV: અંબરનાથમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી વેળા બસ પલટી ખાઈ ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ સ્કૂલ બસચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    મુંબઈઃ અંબરનાથમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સ્કૂલ બસ પલટી ગઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

    એકપણ વિદ્યાર્થીને ગંભીર ઇજા નહીં


    મળતી માહિતી પ્રમાણે, અંબરનાથમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સ્કૂલ બસ પલટી મારી ગઈ હતી. ગ્રીન સિટી પરિસરમાં આ દુર્ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં એકપણ વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી નથી. જો કે, બસચાલક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.


    આ એક ખાનગી બસઃ સ્કૂલ પ્રશાસન


    બસ ચાલક સામે કેસ કરવાની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે સ્કૂલ પ્રશાસને કહ્યુ હતુ કે, ‘આ બસ સ્કૂલની નથી, પણ કોઈ ખાનગી બસ છે. જે બાળકોને સ્કૂલે મૂકી જાય છે અને લઈ જાય છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: CCTV Footage Viral, Maharashtra News, School bus

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन