અમેઠી : અમેઠીમાં (Amethi)એક ખાનગી સ્કૂલ બસ (School bus)અનિયંત્રિત થઈને ઝાડ સાથે ટકરાયા પછી પલટી મારી (School bus overturns)ગઈ હતી. આ દુર્ઘટનામાં 12થી વધારે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. ગ્રામીણોની મદદથી બાળકોને જિલ્લા હોસ્પિટલ (Hospital)પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં બધાની સારવાર કરવામાં આવી હતી. આ દુર્ઘટના અમેઠી કોતવાલી ક્ષેત્રના કુશીતાલી ગામમાં બની હતી.
ઇન્ડસ્ટ્રીયલ એરિયા ટિકરિયા સ્થિત દયારામ મેમોરિયલ સ્કૂલની બસ અમેઠી કસ્બા તરફથી બાળકોને લઇને સ્કૂલ તરફ જઈ રહી હતી. ત્યારે કુશીતાલી પાસે બસ અનિયંત્રિત થઇને ઝાડ સાથે ટકરાઇને રસ્તામાં પલટી મારી ગઈ હતી. દુર્ઘટના સમયે બસમાં 35થી વધારે બાળકો સવાર હતા. બાળકોની રોકકળ અને ચિચિયારી સાંભળી આસપાસના ગામના લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને સૂચના આપી હતી. આ પછી ગ્રામીણોની મદદથી બધા બાળકોને બસમાંથી બહાર કાઢી જિલ્લા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં બધાની સારવાર કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોમાં 6 થી 15 વર્ષના 15 બાળકો સામેલ છે. જેમાં કેટલાકના હાથ તૂટ્યા છે તો કેટલાકના માથામાં ઇજા પહોંચી છે.
બસ અકસ્માતના સમાચાર ઝડપથી વિસ્તારમાં ફેલાયા હતા. આ પછી ગભરાયેલા માતા-પિતા પણ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. દુર્ઘટનાની જાણ થતા જ અમેઠીના જિલ્લાધિકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા. ડીએમે બાળકોના સ્વાસ્થ્યની જાણકારી લેતા શ્રેષ્ઠ સારવારનો નિર્દેશ આપ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકોના એક્સ રે અને સિટી સ્કેન સહિત અન્ય તપાસ કરવામાં આવી હતી. જરૂરી સારવાર અને દવા લીધા પછી બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વાહનને સ્થળ પરથી લઇ જવાનો પ્રયત્ન કરવા પર ગ્રામીણો આક્રોશિત થયા હતા. તેમનો આરોપ છે કે સ્કૂલ વાહન નિર્ધારિત કરેલી સંખ્યા કરતા વધારે બાળકો ભરે છે અને ડ્રાઇવર પણ બેજવાબદારીથી વાહન ચલાવે છે. તેમણે વાહન માલિકો પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આખા મામલામાં અમેઠી પોલીસ અધિક્ષક દિનેશ સિંહે કહ્યું કે આવા વાહનોની ઓળખ કરીને સખત કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર