મોદીની બાયોપિકમાં ગોધરાકાંડ પણ હશે, વડોદરામાં ડબ્બો સળગાવાયો

News18 Gujarati
Updated: March 4, 2019, 3:52 PM IST
મોદીની બાયોપિકમાં ગોધરાકાંડ પણ હશે, વડોદરામાં ડબ્બો સળગાવાયો
વડાપ્રધાન મોદીના જીવન પર બનનારી બાયોપિકમાં વિવેક ઓબેરોય પીએમનો રોલ કરશે

સાબરમતી એક્સપ્રેસના ટ્રેનના સીનનું શૂટિંગ વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર થયું, ટ્રેનની અંદરનો સીન મુંબઈમાં ફિલ્માવાશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: વડાપ્રધાન મોદીના જીવન પર તૈયાર થનારી બાયોપિકનું શૂટિંગ જોરશોરથી થઈ રહ્યું છે. આ દરમિયાન પ્રાપ્ત અહેવાલો મુજબ, આ ફિલ્મમાં ગોધરા કાંડનો સીન પણ હશે. રવિવારે ગોધરાકાંડના સીનનું શૂટિંગ વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર થયું હતું. ઉલ્લેખનીય છે કે ગોધકાર કાંડ વર્ષ 2002માં થયો હતો જેમાં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6ને આગ ચાંપવામાં આવી હતી જેમાં કાર સેવકોના મૃત્યુ થયા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસે ટાંકેલા અહેવાલ મુજબ, વડોદરામાં વેસ્ટર્ન રેલેવની મદદથી આ શૂટિંગ થયું છે. શૂટિંગ રેલેવની દેખરેખમાં થયું હતું અને તેના માટે ટ્રાફિકને અડચણ ન આવે તેવી રીતે વિશ્વામિત્રી રેલેવ સ્ટેશન પર એક ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવેના પીઆરઓએ જણાવ્યા મુજબ, જે ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી કે મોક ડ્રીલ માટે વપરાતો ડબ્બો હતો, જેનો ક્યારેય ઉપયોગ થયો નહોતો.

આ પણ વાંચો: PM મોદીનું અમદાવાદમાં આગમન, વિશ્વનાં સૌથી મોટા ઉમિયામાતાનાં મંદિરનું કરશે ભૂમિપૂજન

ફિલ્મ માટે સાબરમતી એક્સપ્રેસના ડબ્બાના સીનનું શૂટિંગ ગુજરાતમાં થયું છે જ્યારે ટ્રેનની અંદરના સીનનું શૂટિંગ મુંબઈમાં સેટ લગાડીને કરવામાં આવશે. અહેવાલો મુજબ રવિવારે વડોદરામાં આ સીન ફિલ્માવી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોય આ ફિલ્મમાં વડાપ્રધાન મોદી તરીકે જોવા મળશે. વિવેક ઉપરાંત જરીના વહાબ, મનોજ જોષી, પ્રશાંત નારાયણ, બરખા સિંહ સેનગુપ્તા, આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ઉમંગ કુમાર દ્વારા દિગ્દર્શીત છે. ફિલ્મ ચૂંટણી પહેલાં રિલિઝ થશે. ઉમંગ કુમારે પહેલા મેરીકૉમ અને સરબજીત જેવી ફિલ્મ બનાવી છે.
First published: March 4, 2019, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading