Home /News /national-international /SCનો ઐતિહાસિક ચુકાદોઃ સન્માન સાથે આપી ઈચ્છામૃત્યુને મંજૂરી

SCનો ઐતિહાસિક ચુકાદોઃ સન્માન સાથે આપી ઈચ્છામૃત્યુને મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

'પેસિવ યૂથેનિશિયા' એટલે કે ઈચ્છા મૃત્યુ એવી સ્થિતિ છે જ્યારે કોઈ મરણપથારીએ રહેલા વ્યક્તિને મોત આપવાના ઈરાદાથી તેની સારવાર કરવાની બંધ કરી દેવામાં આવે છે.

શુક્રવારે સુપ્રીમ કોર્ટ ઈચ્છામૃત્યુ પર થયેલી અરજી પર સુનાવણી કરતા ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં દેશની સર્વોચ્ચ અદાલતે શરતોને આધિન ઈચ્છામૃત્યુને મંજૂરી આપી છે.  ઇચ્છામૃત્યુ પર થયેલી અરજીમાં મરણપથારીએ રહેલા વ્યક્તિના ઈચ્છા મૃત્યુની સ્થિતિમાં લખવામાં આવેલી વિલ (લિવિંગ વિલ)ને માન્યતા દેવાની માંગ કરવામાં આવી હતી.

ચુકાદો સંભળાવતી વખતે કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે, ઇચ્છામૃત્યુ માંગનાર વ્યક્તિના સન્માનનું પણ ધ્યાન રાખાવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારના મોતના કેસમાં મેડિકલ બોર્ડ કેવી રીતે કામ કરશે, આ અંગે પહેલા જ ગાઈડલાઇન્સ જાહેર કરી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે જેની સારવાર શક્ય નથી તેવી બીમારીથી પીડિત વ્યક્તિએ જો લેખિત વિલમાં કહ્યું હોય કે તેને સાધનોનો સહારે જીવિત ન રાખવામાં આવે તો તે યોગ્ય ગણાશે.

નોંધનીય છે કે (લિવિંગ વિલ) એક લેખિત દસ્તાવેજ છે, જેમાં દર્દી પહેલાથી જ એવી સૂચના આપે છે કે મરણપથારીની સ્થિતિમાં પહોંચ્યા પર અથવા આ માટે મંજૂરી નહીં આપી શકવાની સ્થિતિમાં તેની સારવાર કેવી રીતે કરવામાં આવે. 'પેસિવ યૂથેનિશિયા' એટલે કે ઈચ્છા મૃત્યુ એવી સ્થિતિ છે જ્યારે કોઈ મરણપથારીએ રહેલા વ્યક્તિને મોત આપવાના ઈરાદાથી તેની સારવાર કરવાની બંધ કરી દેવામાં આવે છે.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની બેન્ચે ગત વર્ષે 11 ઓક્ટોબરના રોજ આ અરજી પર ચુકાદો મુલતવી રાખ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આજકાલ મધ્યમ વર્ગમાં વૃદ્ધોને પરિવાર પર બોજ સમજવામાં આવે છે, એવામાં ઇચ્છા મૃત્યુના કેસમાં અનેક મુશ્કેલી રહેલી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે એવો પણ સવાલ કર્યો હતો કે જ્યારે સન્માનથી જીવવાને અધિકાર માનવામાં આવે છે તો સન્માન સાથે મોતને પણ માનવામાં આવે.

આ પહેલા વર્ષ 2015માં એક ચુકાદો એક એનજીઓ કોમન કોઝ દ્વારા કરવામાં આવેલી અરજીમાં પરથી આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાતો હોય તો તેને આપવામાં આવી રહેલા મેડિકલ સપોર્ટને હટાવીને તેને પીડામાંથી મુક્ત કરવો જોઈએ. આને પેસિવ યૂથેનેશિયા કહેવામાં આવે છે.
First published:

Tags: Sc, Supreme Court, Verdict