Home /News /national-international /હવે ફક્ત સરકાર જ નક્કી નહીં કરી શકે ચૂંટણી કમિશ્નર અને મુખ્ય ચૂંટણી કમિશ્નર, CBI ચીફ માફક થશે નક્કી

હવે ફક્ત સરકાર જ નક્કી નહીં કરી શકે ચૂંટણી કમિશ્નર અને મુખ્ય ચૂંટણી કમિશ્નર, CBI ચીફ માફક થશે નક્કી

ચૂંટણી કમિશ્નર અને મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂંક પર મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, એક કમિટી બનાવો, જેમાં પ્રધાનમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા સામેલ હોય. આ કમિટી એક નામની ભલામણ રાષ્ટ્રપતિને કરશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂંક થાય.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિમણૂંક કેવી રીતે થાય? તેના પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીબીઆઈ ચીફની માફક મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિમણૂંક થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, એક કમિટી બનાવો, જેમાં પ્રધાનમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા સામેલ હોય. આ કમિટી એક નામની ભલામણ રાષ્ટ્રપતિને કરશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂંક થાય.

આ પણ વાંચો: 2023 Election Result: ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની સરકાર, મેઘાલયમાં કોકડું ગૂંચવાયું

કોર્ટે એવું પણ કહ્યું કે, જો કમિટીમાં લોકસભામાં વિપક્ષના નેતા ન હોય, તો પછી સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાને તેમા સામેલ કરવામાં આવે.


સુપ્રીમ કોર્ટે આ ચુકાદો એ અરજી પર આપ્યો છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિમણૂંક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માગ કરી હતી.

આ ચુકાદો જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ ઋષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આપ્યો હતો. આ બેન્ચે આ મામલામાં ગત વર્ષે 24 નવેમ્બરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
First published:

Tags: Election commision of india, Supreme Court