રામ મંદિર વિવાદ પર હવે 10 જાન્યુઆરીએ સુનાવણી, 60થી પણ ઓછી સેકન્ડમાં નિર્ણય

રામ મંદિર વિવાદ પર હવે 10 જાન્યુઆરીએ સુનાવણી, 60થી પણ ઓછી સેકન્ડમાં નિર્ણય
સુપ્રિમ કોર્ટ

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદમાં દાખલ અપીલો પર શુક્રવારે સુનાવણી થશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: અયોધ્યામાં રામ મંદિર વિવાદ પર સુપ્રીમ કોર્ટની સુનાવણીની તારીખની જાહેરાત કરી દીધી છે. સુપ્રીમે કહ્યું કે, અયોધ્યા મામલે હવે 10 જાન્યુઆરીએ સુનાવણી થશે. જોકે, કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે તે પહેલાં ત્રણ જજોની નવી બેન્ચ બનાવવામાં આવશે, જે આ મામલાની સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સુનાવણી 60થી પણ ઓછા સમય માટે ચાલી. તેમાં કોર્ટે બંને પક્ષમાંથી એક પણની દલીલ સાંભળી નહીં.

  આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે રોજેરોજ સુનાવણી કરવાની પીઆઈએલને ફગાવી દીધી છે. આ પીઆઈએલ નવેમ્બર 2018માં એડવોકેટ હરિનાથ રામે કરી હતી.   નોંધનીય છે કે, આ મામલો ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગઈ અને જસ્ટિસ કિશન કૌલની બેન્ચ સમક્ષ સૂચીબદ્ધ હતો. આ બેન્ચ દ્વારા અલાહાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચુકાદાની વિરુદ્ધ દાખલ 14 અપીલો પર સુનાવણી માટે ત્રણ સભ્યોની જજોની બેન્ચ રચવાની આશા હતી.

  અગાઉ 2 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે મામલાની ઝડપી સુનાજણીથી ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના વકીલ હરિનાથ રામે એક પીઆઈએલ દાખલ કરતાં સુપ્રીમમાં માંગ કરી હતી કે આ મામલાની સુનાવણી વહેલામાં વહેલી તકે થાય. પિટિશનકર્તાએ કહ્યું હતું કે આ કરોડો હિન્દુઓની માન્યતા સાથે જોડાયેલો મામલો છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અનેક દશકાઓથી અટકેલો છે.

   સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે આ મામલો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં બેન્ચ સમક્ષ સૂચીબદ્ધ થશે, જે તેની સુનાવણીનો કાર્યક્રમ નિર્ધારિત કરશે. બાદમાં અખિલ ભારત હિન્દુ મહાસભાએ અરજી દાખલ કરી સુનાવણીની તારીખ વહેલા કરવાની વિનંતી કરી હતી, જેનો કોર્ટે ઇન્કાર કરી દીધો હતો. હિન્દુ મહાસભા આ મામલામાં મૂળ વાદીઓ પૈકીનું એક છે. સિદ્દીકના વારસદારો દ્વારા દાખલ અપીલમાં એક પ્રતિવાદી છે.
  Published by:Mrunal Bhojak
  First published:January 04, 2019, 09:18 am