નિર્ભયા ગેંગરેપ કેસ : 16 ડિસેમ્બરે ફાંસી પર ફરી સવાલ, 17મીએ રિવ્યૂ પિટિશન પર સુનાવણી થશે

News18 Gujarati
Updated: December 12, 2019, 6:42 PM IST
નિર્ભયા ગેંગરેપ કેસ : 16 ડિસેમ્બરે ફાંસી પર ફરી સવાલ, 17મીએ રિવ્યૂ પિટિશન પર સુનાવણી થશે
ન્યૂઝ18 ક્રિએટિવ.

રાજધાની દિલ્હીમાં 16મી ડિસેમ્બર, 2012ના રોજ 6 લોકોએ ચાલુ બસમાં નિર્ભયા પર ગેંગરેપ કર્યો હતો. નિર્ભયતા સાથે એટલી હેવાનિયત કરવામાં આવી હતી કે તેનું મોત થઈ ગયું હતું. આ મામલે આખા દેશમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.

  • Share this:
નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાં 16મી ડિસેમ્બર, 2012ના રોજ ગેંગરેપની એક એવી ઘટના બની હતી જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવા સમાચાર આવ્યા હતા કે ચારેય દોષિતોને 16મી ડિસેમ્બરના રોજ ફાંસીની સજા મળી શકે છે. હવે એવા સમાચાર આવ્યા છે કે ચારેય દોષિતોમાંથી અક્ષય કુમારસિંહની રિવ્યૂ પિટિશન પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 17મી ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.

જોકે, સૂત્રોનું એવું પણ કહેવું છે કે તમામ દોષિતોને ફાંસી આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં ફાંસી આપવામાં આવશે તે જગ્યાએ સફાઈ કામ પણ શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ દોષિતોને પવન જલ્લાદ ફાંસી (Pawan Jallad) આપશે.

નોંધનીય છે કે દોષિતોમાં એક એવા વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દયા અરજી કરવામાં આવી છે. આ દયા અરજીને ગૃહમંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગૃહમંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ આ અંગે ઝડપથી નિર્ણય લેશે. હૈદરાબાદની મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ તેની લાશને સળગાવી દેવાની ઘટના સામે આવ્યા બાદ નિર્ભયાના દોષિતોને ઝડપથી ફાંસી આપવાની જોર-શોરથી માંગણી થઈ રહી છે.

પવન જલ્લાદે ચારેય દોષિતોને ફાંસી આપવાની માંગ કરી

નિર્ભયાના છ દોષિતોમાંથી એકનું જેલમાં મોત થઈ ચુક્યું છે. જ્યારે એક સગીર સજા કાપીને જેલ બહાર આવી ચુક્યો છે. મેરઠના પવન જલ્લાદે જણાવ્યું કે દિલ્હી સરકાર તરફથી તેને બોલાવવામાં આવ્યો છે. પવન જલ્લાદે ન્યૂઝ18 સાથે ખાસ વાતચીત કરતા નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી આપવાની માંગ કરી હતી. પવન જલ્લાદે કહ્યું કે, આવું જધન્ય કૃત્ય કરનાર ગુનેગારને ફાંસી જ મળવી જોઈએ, જેનાથી બીજા ગુનેગારો તેને જોઈને ડરે. તેમના દિમાગમાં પણ આવો ગુનો કરતા પહેલા ફાંસીનો ડર રહે. પવન જલ્લાદે જણાવ્યું કે ફાંસીની સજા પહેલા ટ્રાયલ લેવામાં આવે છે, જેનાથી ફાંસી સમયે કોઈ ભૂલ ન થાય.
First published: December 12, 2019, 6:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading