SC/ST પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, એક જ રાજ્યમાં લઈ શકશો અનામતનો લાભ

  • Share this:
    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એટલે કે, ગુરૂવારે કહ્યું કે, રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયના સભ્યો સરકારી નોકરીમાં અનામતના લાભનો દાવો કરી શકતા નથી જો તેમની જાતિ ત્યાં SC/STના રૂપમાં સૂચિત નથી. ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યવાળી સંવિધાન પીઠે સર્વસમ્મતિના નિર્ણયમાં કહ્યું કે, કોઈ એક રાજ્યમાં અનુસૂચિત જાતિના કોઈ સભ્યને બીજા રાજ્યોમાં પણ અનુસૂચિત જાતિનું સભ્ય માનવામાં આવી શકે નહી જ્યાં રોજગાર અથવા શિક્ષા લેવા માટે ગયો છે. સંવિધાન પીઠના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ એનવી રમણ, ન્યાયમૂર્તિ આર ભાનુમતિ, ન્યાયમૂર્તિ એમ. શાંતાનાગૌડર અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ સામેલ છે.

    સંવિધાન પીઠે કહ્યું, એક રાજ્યમાં અનુસૂચિત જાતિના રૂમાં અધિસૂચિત વ્યક્તિ એક રાજ્યમાં અનુસૂચિત જાતિના રૂપમાં સૂચિત હોવાના આધાર પર બીજા રાજ્યમાં પણ આ દરજ્જાનો દાવો કરી શકતો નથી. જોકે ન્યાયમૂર્તિ ભાનુમતિએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં SC/ST વિશે કેન્દ્રીય અનામત નીતિ લાગું હોવાના સંબંધમાં બહુમતના દષ્ટિકોણથી અસહમતિ વ્યક્ત કરી. પીઠે 4:1 બહુમતિના નિર્ણયમાં કહ્યું કે, જ્યાં સુધી દિલ્હીની વાત છે તો SC/ST વિશે કેન્દ્રીય અનામત નીતિય અહી લાગૂ થશે.

    સંવિધાન પીઠે આ વ્યવસ્થા તે અરજીઓ પર આપી જેમાં તે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા કે, એક રાજ્યમાં SC/STના રૂપમાં સૂચિત વ્યક્તિ બીજા રાજ્યમાં અનામત પ્રાપ્ત કરી શકે છે, જ્યાં તેની જાતિને SC/STના રૂપમાં સૂચિત કરવામાં આવી નથી. પીઠે આ પ્રશ્ન પર પણ વિચાર કર્યો કે, શું બીજા રાજ્યોના SC/STના સભ્યો નોકરીઓમાં અનામતનો લાભ પ્રાપ્ત કરી શકે છે.
    Published by:Mujahid Tunvar
    First published: