એટ્રોસિટી એક્ટ: કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને ક્હ્યું, "કાયદો બનાવવાનું કામ તમારુ નથી"

News18 Gujarati
Updated: April 12, 2018, 4:52 PM IST
એટ્રોસિટી એક્ટ: કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને ક્હ્યું,

  • Share this:
કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે, એટ્રોસિટી એક્ટમાં તાજેતરમાં કોર્ટે આપેલા ચુકાદાને લીધે આ કાયદાનું હાર્દ નબળુ કર્યું છે અને ચુકાદાને લીધે દેશને ઘણુ નુકશાન થયું છે.

કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે, ખુબ જ સંવેદનશીલતા ધરાવતા વિષય પરના તેના નિર્ણયને લીધે દેશમાં ગુસ્સો, અશાંતિ અને અવ્યવસ્થા ફેલાણી છે.
લેખિત રજૂઆત કરતા એટર્ની જનરલ કે.કે વેનુગોપાલે સુપ્રિમ કોર્ટને કહ્યું કે, સુપ્રિમ કોર્ટે તેના ચુકાદા દ્વારા આ કાદયમાં રહેલા જગ્યા પુરી નથી પણ ન્યાયિક પ્રક્રિયા દ્વારા કાયદા ઘડવાનું કામ કર્યું છે. સુપ્રિમ કોર્ટનું આ કાર્ય કાયદા ઘડવાનું છે જે તેના કાર્યક્ષેત્રમાં આવતુ નથી.

એટર્ની જનરલે અંતિમ રજૂઆતમાં જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટના આ ચુકાદાથી એક પ્રકારની દ્વિધા ઉભી કરી છે અને સુપ્રિમ કોર્ટ તેના આ ચુકાદા પર ફેર વિચાર કરી આ દ્વિધા દૂર કરે. વેણુગોપાલે આ મામલે સુપ્રિમ કોર્ટના જુના ચુકાદાઓ ટાંક્યા હતા.

અંહી એ નોંધવુ રહ્યું કે, સુપ્રિમ કોર્ટે તેના એક ચુકાદામાં જણાવ્યું હતુ કે, એટ્રોસિટી એક્ટનો દુરઉપયોગ થઇ રહ્યો છે અને એ બાબતે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. આ ચુકાદાના વિરોઘમાં દેશભરમાં દલિતો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને 2 એપ્રિલના રોજ ભારત બંધનું એલાન આપ્યુ હતુ. ભારતબંધ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. દલિતાના આ ભારતબંધની સામે સવર્ણો અને અન્ય પછાત વર્ગના લોકોએ પણ ભારત બંધનું એલાન આપ્યુ હતુ.
First published: April 12, 2018, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading