એસસી-એસટી એક્ટનો વિરોધ કરી રહેલા સવર્ણ સંગઠનોની આ છે મુખ્ય માંગણીઓ

News18 Gujarati
Updated: September 4, 2018, 5:19 PM IST
એસસી-એસટી એક્ટનો વિરોધ કરી રહેલા સવર્ણ સંગઠનોની આ છે મુખ્ય માંગણીઓ

  • Share this:
કેન્દ્ર સરકારે હાલમાં જ સંશોધિત અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિરોધક) એક્ટ લાગું કરી છે. જોકે, સરકારના આ સંશોધિત એસટી/એસટી એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. ઠેર-ઠેર સવર્ણો સાથે જોડાયેલ સંગઠનો આનો વિરોધ કરી રહ્યાં છે. અનેક રાજ્યોમાં તો કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને પણ સવર્ણોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. તો આવો જાણીએ કે, સવર્ણો સાથે જોડાયેલ સંગઠન સુપ્રીમ કોર્ટ દ્વારા સંશોધિત બીજા ક્યાં મુદ્દાઓને આ એક્ટમાં સામેલ કરાવવા ઈચ્છે છે.

એક શિક્ષક સંગઠન સાથે જોડાયેલ યૂપી નિવાસી બ્રજેશ દિક્ષિતનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતાં એસસી/એસટી એક્ટમાં તત્કાલિત ધરપકડ ના કરવાનો આદેશ આપ્યો હતો. તે ઉપરાંત એસસી/એસટી એક્ટ હેઠળ નોંધાયલે કેસોમાં આગોતરા જામીનને પણ મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ કાયદા હેઠળ નોંધાયેલ કેસમાં તાત્કાલિત ધરપકડ કરવાની જગ્યાએ પોલીસે સાત દિવસ તપાસ કરવી જોઈએ અને પછી એક્શન લેવી જોઈએ.

તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે તે પણ કહ્યું હતું કે, સરકારી અધિકારીની ધરપકડ એપોઈન્ટિંગ ઓર્થોરિટીની મંજૂરી વગર કરી શકાય નહી. આ સિવાય સામાન્ય માણસની ધરપકડ માટે એસએસપીની મંજૂરી લેવી જરૂરી રહેશે. જોકે, કેન્દ્ર સરકારે કર્યું આનાથી એકદમ ઉલ્ટું.

બીજી તરફ મધ્ય પ્રદેશમાં સપાક્સ સંગઠનના સંયોજક હીરાલા ત્રિવેદીનું કહેવું છે કે, એક્ટમાં વધુ 22 નાના-નાના અપરાધોને જોડીને સવર્ણો વિરૂદ્ધ ષડયંત્ર રચ્યો છે.

સુપ્રીમ કોર્ટના આ સંશોધિત એક્ટની માંગ કરી રહ્યાં છે સવર્ણ સંગઠન

આ કાયદામાં આગોતરા જામીનની જોગવાઈ ન હતી, પરંતુ હવે કોર્ટે કહ્યું છે કે, આ કાયદા હેઠળ પણ આરોપીને આગોતરા જામીન મળી શકશે.કોઈપણ ગંભીર અપરાધની સૂચના જ્યારે પોલીસને મળે છે તો તરત જ કાર્યવાહીના રૂપે આની એફઆઈઆર એટલે પ્રથમ સૂચના રિપોર્ટ નોંધાવવી પડે છે. એસસી-એસટી એક્ટ હેઠળ પણ આવું જ થાય છે. હવે કોર્ટે કહ્યું છે કે, આ અધિનિયમ હેઠળ આવનાર મામલાઓમાં એફઆઈઆર નોંધાવ્યાથી પહેલા તે ક્ષેત્રના પોલીસ ઉપ-અધીક્ષક ફરિયાદની પ્રાથમિક તપાસ કરશે. જો તે સંતુષ્ટ થાય છે કે, આરોપ ખોટા નથી તો એફઆઈઆર નોંધાશે નહી.

કોઈપણ બિનજામીનપાત્ર ગુન્હો અને સામાન્ય અપરાધની જેમ આમાં પણ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કરવાની જોગવાઈઓ હતી. હવે કોર્ટે કહ્યું છે કે, આ કાયદા હેઠળ કોઈપણ લોક સેવકની ધરપકડ માત્ર ત્યારે જ થાય છે જ્યારે લોકસેવકનો અધિકારી તેની લેખિતમાં પરવાનગી આપે. તે ઉપરાંત અન્ય આરોપીઓ (જે લોકસેવક નથી)ની ધરપકડ માત્ર વરિષ્ઠ પોલીસ અધિક્ષકની લેખિત અનુમતિ પછી જ થશે.

 
First published: September 4, 2018, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading