ભારત બંધઃ સાંસદ પપ્પુ યાદવની કાર ઉપર થયો હુમલો

News18 Gujarati
Updated: September 6, 2018, 2:47 PM IST
ભારત બંધઃ સાંસદ પપ્પુ યાદવની કાર ઉપર થયો હુમલો
પપ્પુ યાદવની કાર ઉપર થયો હુમલો

સપાક્સ સમાજ (મધ્યપ્રદેશના અધિકારીઓ અને કર્મચારીઓનું સંગઠન છે) અને કરણી સેનાની આગેવાનીમાં આજે એટલે કે, ગુરુવારે, 6 સપ્ટેમ્બર સવર્ણ સમાજે ભારત બંધની જાહેરાત કરી છે.

  • Share this:
એસસી-એસટી સંશોધન એક્ટ વિરુદ્ધ સવર્ણોનો ગુસ્સો સતત વધતો જાય છે. સોશિયલ મીડિયામાં પણ હાલ સંશોધિત એસસી-એસટી એક્ટને લઈને ચર્ચા ચાલી રહી છે. એક બાજુ ભારત બંધને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. સપાક્સ સમાજ (મધ્યપ્રદેશના અધિકારીઓ અને કર્મચારીઓનું સંગઠન છે) અને કરણી સેનાની આગેવાનીમાં આજે એટલે કે, ગુરુવારે, 6 સપ્ટેમ્બર સવર્ણ સમાજે ભારત બંધની જાહેરાત કરી છે.

સવર્ણોના આ બંધને ધ્યાનમાં રાખી દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

મેઘપુરાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની કાર ઉપર હુમલો થયો. સાંસદ પપ્પુ યાદવે કહ્યું કે, જો મારા ગાર્ડ ન હોત તો હું બચી શક્યો ન હતો. લોકોએ મને ગંદી ગાળો આપી હતી. મારા ઉપર હુમલો કરાયો. પત્રકારો સાથે વાત કરતા પપ્પુ યાદવ ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, મેં એસપી, આઇજીને ફોન લગાવ્યો પરંતુ કોઇએ ફોન ન ઉપાડ્યો. સીએમને ફોન લગાવ્યો તો નીતિશ કુમારના પીએ એ ફોન ઉપાડ્યો હતો.

પપ્પુ યાદવની કાર ઉપર થયો હુમલો


પટના સ્થિત બીજેપી કાર્યાલય બહાર સવર્ણ સમુદાયના લોકોએ ટાયરો અને ભાજપનો ધ્વજ સળગાવીને પ્રદર્શન કર્યું હતું.

દેખાવકારોનું વિરોધ પ્રદર્શન


ભારત બંધ ઉપર રાજસ્થાનના અજમેરમાં અનેક સંગઠનોએ બંધનું આહ્વાન કર્યું છે. જેના પગલે દુકાનો બંધ છે જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત છે.ભોપાલમાં બ્રામ્હણ સમાજ અને કરણી સેનાના કાર્યકર્તાઓએ બંગડી અનેસિંદુ સાથે સાંસદનો વિરોધ કર્યો હતો. જ્યારે ઇન્દોરમાં પણ કાર્યકર્તાઓ રસ્તાઓ ઉપર ઉતર્યા છે. મહારાષ્ટ્રમાં પણ એસસી-એસટી એક્ટના ફેરફારનો વિરોધ કર્યો થઇ રહ્યો છે.

ભારત બંધના પગલે બિહારમાં ટાયર સળગાવ્યા


ભારત બંધના બિહારના દરભંગા અને મુંગેરના મસુધનમાં પ્રદર્શનકર્તાોએ ટ્રેનને રોકી હતી. આ ઉપરાંત બિહારના રાજગરી-પટના, ગયા મુગલસરાય, લખીસરાય બરૌની એક્સન ઉપર ટ્રેનોનું સંચાલન સંપૂર્ણ પણે અસરગ્રસ્ત થયું છે.મધ્યપ્રદેશમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને ભિંડ, ગ્વાલિયર, છત્તરપુર, રીવા, શિવપુરી, શ્યોપુર સહિત અહીં ઘણા શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સવર્ણ સમાજના ઘણા સંગઠન રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમના નિશાન પર બીજેપી અને કોંગ્રેસ બન્ને છે.

એસસી એસટી એક્ટના વિરોધના પગલે સવર્ણો મેદાનમાં આવ્યા છે. ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લખીસરાય વિસ્તારની આ તસવીર


બિહારના બેગુસરાયમાં સરર્ણોએ જિલ્લામાં અનેક જગ્યાએ એચએચ 28, એનએચ 31 એસએચ 55 સહિત શહેરના ગલી મહોલ્લામાં રસ્તાઓ જામ કરી દીધા છે અને સરકાર વિરોધી નારેબાજી કરી રહ્યા છે.

બિહારમાં પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને રોકી


બંધ સમર્થકોએ કેન્દ્ર સરકરાના આ એક્ટને કાળો કાયદો ગણાવ્યો છે. કહ્યું છે કે, સરકાર આને પાછો નહીં લે તો દેશણાં મોટું આંદોલન થશે. હંગામાના કારણે લાંબી લાઇનો લાગી છે આ સાથે ભારતબંધને લઇને ખાનીગ સ્કૂલોમાં રજા આપી દીધી છે અને પોલીસ તંત્ર એલર્ટ પર છે. આ ઉપરાંત બિહારના વૈશાલીના લાલગંજમાં બંધની ખાસ અસર થઇ નથી. દેખાવકારોએ રસ્તાઓ ઉપર આગચંપી કરી હતી.

મધ્યપ્રદેશના હરાદ જિલ્લામાં એસસી એસટી એક્ટના વિરોધણાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. શાકભાજી, દૂધની દુકાનો ખુલ નહીં. મુખ્યમંત્રીની યાત્રાના માર્ગમાં દુકાનો ઉપર એક્ટના વિરોધમાં પોસ્ટરો લગાવ્યા છે.


મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાના પોલીસ સ્ટેશનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આંસુ ગેસના ગોળા મોકલવામાં આવ્યા છે. શ્યોપુરમાં એસસી-એસટી એક્ટના વિરોધમાં પહેલા ભાજપાના જિલ્લા કોષાધ્યક્ષ નરેશ જિંદલે રાજીનામું આપ્યું છે, બાદમાં ત્રણ પૂર્વ પદાધિકારીઓએ પણ પોતાનું રાજીનામું પાર્ટીને સોંપી દીધું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંત્રીઓને કેબિનેટ બેઠકમાં કહ્યું કે બંધને લઈને કોઈ પણ હિંસા ન થાય, તેના પર નજર રાખો.

ઉલ્લેખનીય છે કે, એસટી-એસટી એક્ટ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દલિત સંગઠનોએ 2 એપ્રિલના દિવસે ભારત બંધ આપ્યું હતું. ત્યારે સૌથી વધારે હંસા મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ચંબલ સંભાગમાં થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન ભારત બંધને લઇને સરકાર વધારે સતર્ક બની ગઇ છે.

આ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે લોકોને શાંતિ રાખવાની અપિલ કરી છે. બુધવારે સીએમ શિવરાજ સિંહ ચૌહાણની જનઆશીર્વાદ યાત્રા ખરગૌન પહોંચી છે. જ્યાં ચૌહાણે રોડ શોની સાથે સાથે સભાઓને સંબોધી હતી. પરંતુ ચુરહટમાં સીએમ ઉપર ચપ્પલ ફેકવામાં આવ્યું અને સવર્ણ સંગઠનોના વિરોધ પ્રદર્શનના એલાન બાદ જન આશીર્વાદ  યાત્રામાં વધારે પોલીસ ખડકી દેવાઇ છે.
First published: September 6, 2018, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading