હૈદરાબાદ એન્કાઉન્ટર : સુપ્રીમ કોર્ટે 3 સભ્યોના તપાસ પંચની રચના કરી

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના ચાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. (ફાઇલ તસવીર)

હૈદરાબાદ ગેંગરેપ : 4 આરોપીઓના એન્કાઉન્ટર મામલાની તપાસ 3 સભ્યોનું પંચ કરશે, સુપ્રીમે આપ્યા આદેશ

 • Share this:
  નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ થયેલા ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલામાં ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી.એસ. સિરપુરકર તેના પ્રમુખ હશે. આ ઉપરાંત આ પેનલમાં બૉમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ રેખા અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર કીર્તિકેન પણ હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પંચને પોતાનો રિપોર્ટ 6 મહિનામાં આપવો પડશે. કોર્ટે આ મામલામાં રાજ્ય સરકારની અલગથી તપાસ કરવાના આદેશને પણ ફગાવી દીધો છે અને કહ્યું કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ જરૂરી છે, લોકોને સાચું જાણવું જરૂરી છે.

  સુપ્રીમ કોર્ટે આ મામલામાં આદેશ આપતાં કહ્યું કે, કોઈ પણ કોર્ટ કે ઓથોરિટી આ મામલાની તપાસ હવે નહીં કરે. એટલે કે NHRC હવે આ મામલામાં તપાસ નહીં કરે. નોંધનીય છે કે આ મામલામાં સુપ્રીમ કોર્ટે મીડિયાની ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે મીડિયાના કારણે ફૅર ટ્રાયલમાં પરેશાની આવી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટે મીડિયા પર કોઈ પ્રતિબંધ લાદ્યા નથી.

  કેવી રીતે એન્કાઉન્ટર થયું હતું?

  ઘટનાસ્થળે આરોપીઓની સાથે સીન રિ-ક્રિએશન કરવા ગયેલી પોલીસે શુક્રવાર વહેલી પરોઢે એન્કાઉન્ટરમાં ચાર આરોપીઓને ઠાર માર્યા હતા. ત્યારબાદ પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પહેલા પોલીસ પર પથ્થરમારો કર્યો અને બાદમાં પોલીસકર્મીઓના હથિયાર છીનવી લીધા. હથિયાર છીનવી લીધા બાદ આરોપી ફાયરિંગ કરીને ભાગી રહ્યા હતા, ત્યારે પોલીસે એન્કાઉન્ટરમાં તેમને મારી દીધા.

  નોંધનીય છે કે, હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યાના ચાર આરોપીઓના એન્કાઉન્ટરની દેશભરમાં ચર્ચા છે. અનેક લોકો આ મામલામાં પોલીસના વખાણ કરી રહ્યા છે તો અનેક તેની પર સવાલ ઉઠાવી રહ્યા છે.

  આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર: ખુલ્લા મેદાનમાં 30 ફુટના અંતરમાં ચાર લાશ, મૃતક આરોપીના હાથમાં બંદૂક
  Published by:Mrunal Bhojak
  First published: