CBIના પૂર્વ ચીફ નાગેશ્વર રાવને સુપ્રીમે કહ્યું- હવે ભગવાન જ તમારી મદદ કરે

News18 Gujarati
Updated: February 7, 2019, 5:56 PM IST
CBIના પૂર્વ ચીફ નાગેશ્વર રાવને સુપ્રીમે કહ્યું- હવે ભગવાન જ તમારી મદદ કરે
નાગેશ્વર રાવ (ફાઇલ તસવીર)

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશનું ઉલ્લંઘન માટે સીબીઆઈ પ્રોસિક્યૂશન ડાયરેક્ટર ઇન્ચાર્જ એસ ભાસુ રામને પણ હાજર રહેવા નિર્દેશ આપ્યા

  • Share this:
સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવ અને એક અન્ય અધિકારીને નોટિસ મોકલીને 12 ફેબ્રુઆરીને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચે કડક શબ્દોમાં કહ્યું કે પહેલી નજરમાં એવું લાગી રહ્યું છે કે નાગેશ્વર રાવે સીબીઆઈ અધિકારી એકે શર્માની ટ્રાન્સફર કરી કોર્ટનો અનાદર કર્યો છે. કોર્ટે કહ્યું કે ટ્રાન્સફર આદેશ આપતા પહેલા રાવને કોર્ટ પાસેથી મંજૂરી લેવી જોઈતી હતી.

ઉલ્લેખનીય છે કે, નાગેશ્વર રાવે મુજફ્ફરનગર શેલ્ટર હોમ રેપ કેસ મામલાની તપાસ કરી રહેલા એકે શર્માની થોડા દિવસો પહેલા ટ્રાન્સફર કરી હતી. જ્યો કોર્ટે આદેશ આપ્યો હતો કે આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓને યથાસ્થિતિ બનાવી રાખે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) રંજન ગોગોઈએ કહ્યું કે, અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. તમે સુપ્રીમ કોર્ટના આદેશ સાથે ચેડા કરવામાં આવ્યા છે. હવે ભગવાન જ તમારી મદદ કરે. સુપ્રીમ કોર્ટના આદેશની સાથે ક્યારેય ચેડા ન કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશનું ઉલ્લંઘન માટે સીબીઆઈ પ્રોસિક્યૂશન ડાયરેક્ટર ઇન્ચાર્જ એસ ભાસુ રામને પણ હાજર રહેવા નિર્દેશ આપ્યા.
First published: February 7, 2019, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading