SCએ યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની રચનાને પડકારતી અરજી પર વિચાર કરવાનો કર્યો ઇનકાર
UCC સમિતિની રચનાને પડકારતી અરજી
સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) લાગુ કરી શકાય કે કેમ, તે તપાસવા માટે રાજ્યો દ્વારા સમિતિની રચનાને પડકારતી અરજી પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો છે. અરજદાર અનૂપ બરનવાલ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, સમિતિની રચના કાયદાની વિરુદ્ધ છે. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય દ્વારા સમિતિની રચનાને પડકારી શકાય નહીં.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે UCC સંબંધિત એક કેસની સુનાવણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકાય કે કેમ, તે તપાસવા માટે રાજ્યો દ્વારા સમિતિની રચનાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, શું યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) લાગુ કરી શકાય છે. એવું પણ પૂછવામાં આવ્યું કે, શું રાજ્યો પાસે આવું કરવાની સત્તા છે.
સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, રાજ્ય દ્વારા સમિતિની રચનાને પોતાનામાં પડકારી શકાય નહીં, કારણ કે રાજ્યો પાસે આવું કરવાની સત્તા છે.
અરજદાર અનૂપ બરનવાલ તરફથી હાજર રહેલા વકીલે બેન્ચને કહ્યું કે, સમિતિની રચના કાયદાની વિરુદ્ધ છે. જો કે, બેન્ચે કહ્યું કે, કલમ-162 હેઠળ રાજ્યો પાસે વિધાનસભાની રચના કરવાની કાર્યકારી સત્તા છે.
અરજીને ફગાવી દેતાં બેન્ચે જણાવ્યું હતું કે, બંધારણની જોગવાઈઓ હેઠળ રાજ્યની કારોબારી સત્તા તે બાબતો સુધી વિસ્તરશે જેના સંદર્ભમાં રાજ્ય વિધાનસભાને કાયદો બનાવવાની સત્તા છે.
ગયા મહિને સંસદને સંબોધતા કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે, પર્સનલ કાયદાઓ જેમ કે ઇન્ટેસ્ટેસી અને ઉત્તરાધિકાર, વસિયતનામું, સંયુક્ત કુટુંબ અને વિભાજન, લગ્ન અને છૂટાછેડા બંધારણની સાતમી અનુસૂચિની યાદી III-સમવર્તી સૂચિની એન્ટ્રી 5 સાથે સંબંધિત છે. એટલા માટે રાજ્યોને પણ તેમના પર કાયદો બનાવવાનો અધિકાર છે.
આ સાથે, ઉત્તરાખંડ UCCના અમલીકરણની શક્યતાઓ શોધવા માટે પેનલની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય હતું. આ પછી ગુજરાત સરકારે પણ આની જાહેરાત કરી છે. હકીકતમાં, યુનિફોર્મ સિવિલ કોડ આવશ્યકપણે સમગ્ર દેશ માટે એક કાયદો પ્રદાન કરે છે, જે તમામ ધાર્મિક સમુદાયોને તેમની અંગત બાબતો જેમ કે લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક વગેરેમાં લાગુ પડે છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર