'મહાન શક્તિ સાથે મોટી જવાબદારી આવે છે,' જ્યારે SCએ કર્યો ડાયલોગનો ઉલ્લેખ

News18 Gujarati
Updated: September 5, 2018, 8:44 AM IST
'મહાન શક્તિ સાથે મોટી જવાબદારી આવે છે,' જ્યારે SCએ કર્યો ડાયલોગનો ઉલ્લેખ
સુપ્રિમ કોર્ટ, ફાઈલ ફોટો

સુપ્રીમ કોર્ટે મંગળવારે 1993ના કસ્ટોડિયલ ડેથ મામલે મહારાષ્ટ્રમાં નવ પોલીસ કર્મચારીઓને 7 વર્ષની સજા સંભળાવી.

  • Share this:
સુપ્રીમ કોર્ટે મંગળવારે 1993ના કસ્ટોડિયલ ડેથ મામલે મહારાષ્ટ્રમાં નવ પોલીસ કર્મચારીઓને 7 વર્ષની સજા સંભળાવી. આ સાથે કોર્ટે પોલીસ દળોને અપીલ કરતા કહ્યું કે તેઓ ગેર કાયદેસર રીતનો સહારો લેવાની જગ્યાએ લોકતાંત્રિક પોલીસ શૈલી અપનાવે.

જસ્ટિસ એનવી રામનાની અધ્યક્ષાવાળી બેન્ચે નિર્ણય સંભળાવવાની શરૂઆત કરતાં કહ્યું કે, 'મહાન શક્તિઓ સાથે મોટી જવાબદારી આવે છે.' આ ફિલ્મ સ્પાઈડરમેનના બેન્જામિન પાર્કરનો ડાયલોગ છે જેમને સ્પાઈડરમેન સિરીઝમાં અંકલ બેન નામથી ઓળખવામાં આવે છે.

બેન્ચે પૂર્વ પોલીસ કર્મચારીઓની સજાને ત્રણ વર્ષથી વધારીને સાત વર્ષ કરી દીધી જે પોલીસ કર્મચારીઓ પર લાગેલ આરોપો માટે અધિકત્તમ સજા છે. 2007માં હાઈકોર્ટે નવ આરોપીઓને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે અનુભવ્યું કે, સજા અપર્યાપ્ત અને અસમાન હતી.

કોર્ટે કહ્યું, આ કેસમાં પોલીસ કાયદાનો ઉલ્લંઘન કરનાર છે, જેની પાસે પ્રાથમિક રૂપે કાયદાનું રક્ષણ અને પાલનની જવાબદારી છે. આ રીતના ઉલ્લંઘન માટે સજા પ્રામાણિક રીતે વધારે કડક હોવી જોઈએ જેથી સમાજમાં વિશ્વાસ ઉભો થઈ શકે.

બેન્ચ કહ્યું કે, જેમને ક્રિમિનલ લોની જવાબદારી આપી જાય છે, તેમને ધ્યાન રાખવું જોઈએ કે, તેમની પાસે માત્ર વ્યક્તિગત આરોપીઓની જવાબદારી નથી પરંતુ રાજ્ય અને સમુદાયના પણ કર્તવ્ય છે.

જણાવી દઈએ કે, આ મામલો 1993નો છે, જ્યારે એક પોલીસ ટીમ જેમાં એક આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર, સબ ઈન્સ્પેક્ટર અને કોન્સટેબલે લૂટથી સંબંધિત એક મામલામાં એક વ્યક્તિને ઉઠાવી લીધો. ફરિયાદી પક્ષ અનુસાર તેને પોલીસે પોતાનો ગુન્હો કબૂલ કરાવવા માટે તે વ્યક્તિને એટલું ટોર્ચર કરવામા આવ્યું કે, તેનું કસ્ટડીમાં જ મોત થઈ ગયું. પાછળથી પોલીસે કહ્યું હતું કે, વ્યક્તિનું મોત પહેલાથી જ લાગેલ ઈજાના કારણે થયું છે.
First published: September 5, 2018, 12:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading