શેહલા રશીદે કાશ્મીરની હાલત પર ખોટી ખબર પોસ્ટ કરી, ધરપકડ માટે SCમાં અરજી

News18 Gujarati
Updated: August 19, 2019, 1:13 PM IST
શેહલા રશીદે કાશ્મીરની હાલત પર ખોટી ખબર પોસ્ટ કરી, ધરપકડ માટે SCમાં અરજી
શેહલા રશીદ

JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા અને JNUSUની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે (Shehla Rashid) રવિવારે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માંથી આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદ ત્યાંની સ્થિતિ અંગે 10 ટ્વિટ કરી હતી.

  • Share this:
જેએનયૂની પૂર્વ વિદ્યાર્થી નેતા અને જેએનયૂએસયૂની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે જમ્મુ-કાશ્મીરની હાલતને લઈને સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર પોસ્ટ કર્યા હતા. શેહલા રશીદના દવાના ભારતીય સેનાએ આધાર વગરનો ગણાવ્યો છે. ભારતીય સેનાના નિવેદન બાદ સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે શેહલા રશીદ પર ફૅક ન્યૂઝ પોસ્ટ કરવાનો આરોપ લગાવીને અપરાધિક મામલો દાખલ કરીને તેની ધરપકડની માંગણી કરી છે.

જેએનયૂએસયૂની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે રવિવારે કાશ્મીરની હાલતને લઈને એક પછી એક એમ 10 ટ્વિટ કરી હતી. પોતાની પોસ્ટમાં શેહલાએ દાવો કર્યો હતો કે ખીણમાં વર્તમાન હાલત ખૂબ ખરાબ છે. શેહલા રશીદે લખ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોએ તેમને જણાવ્યું કે પોલીસ પાસે કાયદો-વ્યવસ્થાનો કોઈ અધિકાર નથી.

આ વખતે કાશ્મીરમાં બધુ પેરામિલિટરી ફોર્સના હાથમાં છે. રશીદે લખ્યું કે એક એસએચઓની ટ્રાન્સફર ફક્ત એટલા માટે કરી દેવામાં આવી કારણ કે એક સીઆરપીએફ જવાને તેમની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં શેહલાએ ટ્વિટમાં આરોપી લગાવ્યો કે સુરક્ષાદળો રાત્રે ઘરમાં ઘૂસે છે અને છોકરીઓને ઉપાડીને લઈ જાય છે.
શેહલા રશીદે એક ટ્વિટ કરીને લખ્યું કે, શોપિયાંના આર્મી કેમ્પમાં ચાર લોકોને લઈ જઈને પૂછપરછના નામે તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા. શેહલાના તમામ દાવાઓને ઉડાવી દેતા ભારતીય સેનાએ આ તમામ વાતોને પાયાવિહોણી ગણાવી હતી. સેનાએ કહ્યું કે, આવી અર્ધસત્ય અને ફૅક ખબરોથી કાશ્મીરના લોકોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
First published: August 19, 2019, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading