INX કેસ : ધરપકડના 2 મહિના બાદ ચિદમ્બરમને જામીન, પણ જેલમાં જ રહેવું પડશે

News18 Gujarati
Updated: October 22, 2019, 2:23 PM IST
INX કેસ : ધરપકડના 2 મહિના બાદ ચિદમ્બરમને જામીન, પણ જેલમાં જ રહેવું પડશે
પ્રતિકાત્મક તસવીર

જામીન બાદ પણ ચિદમ્બરમ તિહાડ જેલમાં રહેશે, કારણ કે તેઓ 24 ઑક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં છે

  • Share this:
નવી દિલ્હી : આઈએનએક્સ મીડિયા કેસ (INX Media Case)માં પૂર્વ ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ (P. Chidambaram)ને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સીબીઆઈ (CBI)ના કેસમાં પી. ચિદમ્બરમને એક લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. આ જામીન બાદ પણ ચિદમ્બરમ તિહાડ જેલમાં રહેશે, કારણ કે તેઓ 24 ઑક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં છે.

ચિદમ્બરમે ભ્રષ્ટાચારના મામલામાં દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)થી જામીન ન આપવાના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં દાખલ કરી હતી. જોકે, કૉંગ્રેસી નેતા ઇડી (ED)ની કસ્ટડીમાં છે અને હાલ જેલની બહાર નહીં આવી શકે.

પાસપોર્ટ જમા કરાવવો પડશે

કૉંગ્રેસ નેતાને બે જામીનદારોની સાથે 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પ્રસ્તુત કરવા પડશે. તેમણે ટ્રાયલ કોર્ટની પાસે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે અને કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડી શકે.

ચિદમ્બરમની 21 ઑગસ્ટે સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચારના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે નાણા મંત્રી તરીકે ચિદમ્બરના કાર્યકાળ દરમિયાન 2007માં 305 કરોડ રૂપિયાના વિદેશી ફંડ મેળવવા માટે આઈએનએક્સ મીડિયા સમૂહને FIPBની મંજૂરીમાં અનિયમિતતા કરી હતી. આ મામલામાં CBIએ 15 મે 2017ના રોજ એક ફરિયાદ નોંધાવી હતી.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે,

ત્યારબાદ ઈડીએ 2017માં આ સંબંધમાં મની લૉન્ડ્રિંગનો મામલો નોંધ્યો હતો. 74 વર્ષીય વરિષ્ઠ કૉંગ્રેસ નેતાએ હાઈકોર્ટના 30 સપ્ટેમ્બરના ચુકાદાને પડકારતાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, જેને સીબીઆઈ દ્વારા દાખલ આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં પોતાની જામીન અરજી ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાથી ઇન્કાર ન કરી શકાય.

આ પણ વાંચો,

અમિત શાહનો 55મો જન્મ દિવસ : મોદીએ કહ્યુ, મારા સહયોગીને અનેક શુભેચ્છાઓ
દુખાવાથી કણસતી હતી ગાય, સર્જરી બાદ પેટમાંથી કાઢ્યું 52 કિલો પ્લાસ્ટિક!
First published: October 22, 2019, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading