સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ- 15 દિવસમાં પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડો

સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ- 15 દિવસમાં પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડો
ન્યૂઝ18 ક્રિએટિવ.

કેન્દ્ર સરકારે (Central Government) સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને કહ્યું કે પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે ત્રણ જૂન સુધી 4,200થી વધારે ટ્રેન દોડાવવામાં આવી છે. અત્યાર સુધી એક કરોડ મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યાં છે.

 • Share this:
  નવી દિલ્હી : પ્રવાસી મજૂરો (Migrants Workers) મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટ (Supreme court)માં સુનાવણી થઈ હતી. પ્રવાસી મજૂરોની દુર્દશા પર સુઓમોટો લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આદેશ કર્યો કે તમામ પ્રવાસી મજૂરોને 15 દિવસમાં તેમને ઘર પહોંચાડવામાં આવે. કોર્ટે કહ્યુ કે, તમામ રાજ્ય સરકારોએ એ વાત રેકોર્ડ પર લાવવી પડશે કે તેઓ કેવી રીતે રોજગારી અને અન્ય પ્રકારની રાહત આપશે. પ્રાસીઓની નોંધણી થવી જોઇએ.

  4,200થી વધારે શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી : સરકાર  ન્યાયાધીશ અશોક ભૂણ, ન્યાયાધીશ સંજય કિશન કોલ અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે આ પ્રવાસી મજૂરોની દયનીય સ્થિતિ અંગે સુઓમોટે લેતા મામલા અંગે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને માહિતી આપી કે આ પ્રવાસી મજૂરોને તેમના પૈતૃક ગામોમાં પહોંચાડવા માટે ત્રીજી જૂન સુધી 4,200થી વધારે ખાસ શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી છે.

  આ પણ વાંચો : ખેડૂતોએ લાપસીના આંધણ મૂક્યા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી

  1 કરોડથી વધારે લોકોને ઘરે પહોંચાડ્યાં : સરકાર

  તુષાર મહેતાએ જણાવ્યું કે અત્યાર સુધી એક કરોડથી વધારે શ્રમિકોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. મોટા ભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર માટે દોડાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારો કહી શકે છે કે હજુ કેટલા લોકોને તેમને ઘર પહોંચાડવાના બાકી છે, તેમજ આ માટે કેટલી ટ્રેનો દોડાવવાની જરૂર પડશે. આ મામલે હાલ સુનાવણી ચાલુ છે.

  નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 28મી મેના રોજ આદેશ કર્યો હતો કે પ્રવાસી મજૂરોને તેમને વતન પહોંચાડવા માટે ટ્રેન અથવા બસોનું ભાડું નહીં લઈ શકાય. સાથે જ કોર્ટે એવો પણ આદેશ કર્યો હતો કે રસ્તામાં ફસાયેલા શ્રમિકોને જે તે તંત્ર મફતમાં ભોજન-પાણીને વ્યવસ્થા કરે.
  Published by:News18 Gujarati
  First published:June 05, 2020, 16:22 pm

  ટૉપ ન્યૂઝ