સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગી વેક્સીન ખરીદીની તમામ વિગતો, આંતરરાષ્ટ્રીય ભાવોની પણ માંગી જાણકારી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગી વેક્સીન ખરીદીની તમામ વિગતો, આંતરરાષ્ટ્રીય ભાવોની પણ માંગી જાણકારી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે, જેમાં દેશમાં ઉપયોગમાં લેવાતી વેક્સીનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કિંમતોની તુલના કરવામાં આવી હોય
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે, જેમાં દેશમાં ઉપયોગમાં લેવાતી વેક્સીનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કિંમતોની તુલના કરવામાં આવી હોય
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કોવિડ-19 (Covid-19)ની વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવતી વેક્સીનને લઈ વિગતો માંગી છે. કોર્ટે વેક્સીનની કિંમતોને લઈ ખરીદી સુધીની તમામ જાણકારી રજૂ કરવા માટે કહ્યું છે. ભારતમાં હાલ કોવેક્સીન (Covaxin), કોવિશીલ્ડ (Covishield) અને સ્પૂતનિક V (Sputnik V)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એલ.એન. રાવ અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટની વિશેષ બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે, જેમાં ભારતમાં ઉપયોગમાં લેવાતી વેક્સીનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કિંમતોની તુલના કરવામાં આવી હોય. કોર્ટે સરકારને પોતાની નિતિ નિર્ધારણથી સંબંધિત દસ્તાવેજ અને ફાઇલ નોટિંગ્સ પણ તૈયાર કરવા માટે કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-Vની અત્યાર સુધીની ખરીદીની જાણકારી આપવા માટે પણ કહ્યું છે. સાથોસાથ સરકારને 31 ડિસેમ્બર 2021 સુધીમાં વેક્સીનની અંદાજિત ઉપલબ્ધતાની જાણકારી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
હાલ ભારતમાં બે વેક્સીન એવી છે જેનો ઉપયોગ દુનિયાના અન્ય દેશોમાં પણ થઈ રહ્યો છે. રશિયન વેક્સીન સ્પૂતનિક-V આ મહિનાના બીજા સપ્તાહ સુધી અપોલો હૉસ્પિટલમાં મળવા લાગશે. તેની કિંમત 1195 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે. બીજી તરફ, કોવીશિલ્ડ રાજ્યોને 300 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હૉસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, કોર્ટે ત્રણેય વેક્સીનની ખરીદીની જાણકારી માંગી છે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ વેક્સીનની ખરીદીની તારીખ, દરેક તારીખ પર ઓર્ડર કરવામાં આવેલી વેક્સીનની સંખ્યા અને સપ્લાયની અંદાજિત તારીખની જાણકારી માંગી છે. કોર્ટે કોવિડ-19 પ્રબંધનના મામલામાં સુઓ મોટો કેસમાં આ આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત બેન્ચે વેક્સીન પ્રાપ્ત કરી ચૂકેલી વસ્તીનો ડેટા પણ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્ર્ેશાસિત પ્રદેશોને મફત વેક્સીનેશન મામલે પોતાના મંતવ્ય જણાવવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. બુધવારે વેબસાઇટ પર અપડેટ થયેલા 31 મેના રોજ આપવામાં આવેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે સરકારોને બે સપ્તાહની અંદર સોગંધનામું રજૂ કરવાનો આદેશ આપીએ છીએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર