જજોની નિયુક્તિ પર સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રની આપત્તિઓ ફગાવી

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રની આપત્તિઓને ફગાવતાં જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને એસ બોપન્નાનું નામ ફરીથી મોકલ્યા

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રની આપત્તિઓને ફગાવતાં જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને એસ બોપન્નાનું નામ ફરીથી મોકલ્યા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : સુપ્રીમ કોર્ટની કોલેજિયમે કેન્દ્ર સરકારની આપત્તિઓને ફગાવતાં જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને એસ બોપન્નાનું નામ ફરીથી મોકલ્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી આ બંને જજોના નામ ફરી મોકલાયા બાદ હવે કેન્દ્ર સરકાર તેમને નિયુક્ત કરવા માટે બાદ્ધ છે.

  સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 12 એપ્રિલે ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ એસ બોપન્નાના નામની ભલામણ કરી હતી. સરકારે સિનિયોરિટી અને ક્ષેત્રોના પ્રતિનિધિત્વના આધારે આ નામ પરત કર્યા હતા. જો સિનિયોરિટીના ક્રમની વાત કરવામાં આવે તો જસ્ટિસ બોસ 12મા નંબરે આવે છે અને જસ્ટિસ બોપન્ના 36મા નંબરે છે.

  આવું પહેલીવાર નથી કે જસ્ટિસ બોસનું નામ સરકારે પરત મોકલ્યું હોય, આ પહેલા પણ કોલેજિયમે તેમના નામની ભલામણ દિલ્હી હાઈકોર્ટ માટે કરી હતી પરંતુ સરકારે ત્યારે પણ તેમનું નામ પરત કરી દીધું હતું.

  ધોરણ-12 સાયન્સનું પરિણામ જુઓ :

  કેન્દ્ર સરકારની આપત્તિઓને ફગાવતાં પહેલા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ સૂર્યકાન્ત અને બીઆર ગવઈને સુપ્રીમ કોર્ટને નિયુક્ત કરવાની સલાહ આપી છે. જસ્ટિસ સૂર્યકાન્ત હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. બીજી તરફ, જસ્ટિસ બીઆર ગવઈ બોમ્બે હાઈકોર્ટના જજ છે.
  Published by:Mrunal Bhojak
  First published: