'PM નરેન્દ્ર મોદી' ફિલ્મ પર SCએ ચૂંટણી પંચને આપ્યો નવો નિર્દેશ

News18 Gujarati
Updated: April 15, 2019, 3:40 PM IST
'PM નરેન્દ્ર મોદી' ફિલ્મ પર SCએ ચૂંટણી પંચને આપ્યો નવો નિર્દેશ
એક્ટર વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' ચૂંટણી આયોગ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે રીલિઝ નહીં થઇ શકે.

એક્ટર વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' ચૂંટણી આયોગ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે રીલિઝ નહીં થઇ શકે.

  • Share this:
એક્ટર વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' ચૂંટણી આયોગ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે રીલિઝ નહીં થઇ શકે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવવાની મનાઇ કરી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી આયોગે નક્કી કરવાનું રહેશે કે આ ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં. ત્યારબાદ જ ચૂંટણી આયોગે આ ફિલ્મ પર રોક લગાવવાનો નિર્ણય લીધો હતો. એવામાં હવે સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ કરવાને લઇને ફરી વિચાર કરવાનું કહ્યું છે.

બાયોપિક પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગે કહ્યું કે છે કે તમે ફિલ્મ એક વાર જોઇ લેવી, ત્યાર બાદ જ કોઇ નિર્ણય લેવો. સાથે જ કોર્ટે ચૂંટણી આયોગને કહ્યું કે શુક્રવાર સુધી પોતાનો જવાબ કોર્ટમાં સીલ બંધ કવરમાં દાખલ કરે.

અહીં ક્લિક કરી વાંચોઃ પરેશ ધાનાણી: ભેંસો દોહીએ, ગાડું હાંકીએ, વખત આવે મંજીરા પણ વગાડીએ વાલા!

ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ચૂંટણી આયોગે ફિલ્મ પર ચૂંટણી સુધી રોક લગાવવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી આયોગનું કહેવું છે કે બાયોપિક અથવા એવી કોઇ પણ સામગ્રી જેના દ્વારા રાજનીતિક અથવા તેની સાથે જોડાયેલી કોઇપણ વ્યક્તિગત ઉદ્દેશ્યને પૂર્ણ કરે છે જેનાથી ચૂંટણીમાં ગડબડીની આશંકા છે. તેને સિનેમા સહિત ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શિત નહીં કરવી જોઇએ.

ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીના બાળપણથી લઇને રાજનીતિમાં ટોચના પદ પર પહોંચવા સુધીના સફરને દર્શાવવામાં આવ્યા છે. જેનું ટ્રેઇલર પણ રીલિઝ કરવામાં આવ્યું છે. તો ફિલ્મને લઇને IMDBએ 10માંથી 10ની રેટિંગ આપી છે.
First published: April 15, 2019
વધુ વાંચો
अगली ख़बर