સુપ્રીમનો કેન્દ્રને સવાલ: જે લોકોને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નથી ફાવતું, તે કેવી રીતે લેશે વેક્સિન?

 • Share this:
  નવી દિલ્લી: દેશમાં ચાલી રહેલી વેક્સિન પ્રક્રિયા(Vaccination Process) પર સુપ્રીમ કોર્ટે Supreme Court)કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે. કે એ લોકો માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે જે લોકોને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નથી ફાવતું. જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂંડએ કહ્યું કે, તમે ડીઝિટલ ઈન્ડિયાની વાતો કરી રહ્યા છો પરંતું અમને હકીકત ખબર છે. અમારા ક્લાર્કને વેક્સિનનો સ્લોટ લેવામાં તકલીફ પડી રહી છે. અને જો ઝારખંડમાં રહેવાસી મજૂર જો રાજસ્થાનમાં કામ કરી રહ્યો છે તો તેનું શું થશે?

  કોર્ટે કહ્યું કે, દિવસે કામ કરનારા મજૂરો તેમનું કામ કરશે કે, વેક્સિનનો સ્લોટ બુક કરાવશે. સરકારે ખરેખર જમીન સાથે જોડાઈને કામ કરવું જોઈએ. જે લોકોની હાલત ખુબજ ખરાબ છે. સુપ્રિમ કોર્ટે વેક્સિનની અલગ-અલગ કિંમતો પર સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર કંપનીઓ પાસેથી ઓછી કિંમતમાં વેક્સિન ખરીદી રહી છે જ્યારે વેક્સિન રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં વધારે કિંમત પર મળી રહી છે. આવું કેમ થઈ રહ્યું છે? શું તમામ લોકોને એક જ કિંમત પર ન આપી શકાય ?

  કેન્દ્રનો મોટો દાવો- ડિસેમ્બર સુધીમાં 18+ વાળા તમામ લોકો રસી આપી દેવામાં આવશે

  બે અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટે સરકારને આ બંને મુદ્દા પર જવાબો માંગ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વેક્સિન અંગે સરકારની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે કેન્દ્ર સરકારે કોર્ટમાં દાવો કર્યો છે કે, આ વર્ષના અંત સુધીમાં, 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, સરકારે તેનું સંચાલન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, "આરોગ્ય વિભાગે ગત સપ્તાહે રસી વિશે વિસ્તૃત માહિતી આપી હતી." ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ડિસેમ્બર સુધીમાં 216 કરોડ રસી ડોઝ મળી જશે. એટલે કે, 108 કરોડ લોકોના રસીકરણ માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવ્યું હતું. વિભાગે આ રસીનું નામ પણ આપ્યું હતું. કોવિશિલ્ડ, કોવેક્સીન, નોવાવેક્સીન, જેનોવા અને સ્પુટનિક-વીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
  Published by:kuldipsinh barot
  First published: